તાજેતરમાં પ્રમુખ અને ઉપપ્રમુખે રાજીનામું ધરી દીધું હતું: નવા હોદેદાર કોણ ? લોબીંગ શરૂ
જસદણ નગરપાલિકાનાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી આગામી તા.૩૦ને સોમવારનાં રોજ સવારે ૧૧ કલાકે યોજાશે. હાલ તંત્ર દ્વારા ચુંટણીને લઈને વહિવટી તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે પ્રજા પણ નવા પ્રમુખ-ઉપપ્રમુખ કોણ બનશે તે જાણવા મીટ માંડીને બેઠી છે.
તાજેતરમાં ભાજપ શાસિત જસદણ પાલિકાનાં પ્રમુખ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત મુકવામાં આવી હતી. જેમાંથી હેમખેમ રીતે પ્રમુખ બચી ગયા હતા પરંતુ ત્યારબાદ આંતરીક વિવાદોનાં કારણે જસદણ પાલિકા પ્રમુખે સ્વૈચ્છાએ રાજીનામું આપી દીધું હતું. બાદમાં પાલિકા ઉપપ્રમુખે પણ પોતાનું રાજીનામું ધરી દીધું હતું. આ ઘટનાથી જસદણનાં રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો.
જસદણ પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખનું પદ ખાલી થતા તંત્ર દ્વારા આગામી તા.૩૦ને સોમવારે સવારે ૧૧:૦૦ કલાકે બંને પદની ચુંટણી યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ માસ પૂર્વે જસદણ નગરપાલિકાની ચુંટણી યોજાઈ હતી. જેમાં પ્રજાએ ૨૮માંથી ૨૩ સભ્યો ભાજપનાં ચુંટયા હતા છતાં પણ ત્રણ માસ દરમિયાન કોઈ વિકાસ કાર્યો થયા નથી તેવા આક્ષેપો નગરજનોએ કર્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com