ભાજપના કોર્પોરેટરને ‘તુ પાલિકામાં દેખાયો તો જીવતો રહેવા દેવો નથી, તુ બહાર નિકળ’ કહી કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી આપી પિતા-પુત્ર તુટી પડયા
જસદણમાં દોઢ મહિના પહેલા યોજાયેલી નગર પાલિકાની પેટા ચૂંટણીએ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ચાલુ મીટીંગે ધોકા ઉડાડયા હતા. જસદણ નગરપાલીકાની ચેમ્બરમાં વોર્ડ નં.૬નાં કોર્પોરેટર પર ચૂંટણી જીત્યાનું મનદુ:ખ રાખી અપક્ષ ઉમેદવારમાં ઉભેલા પિતા-પુત્રએ ગાળો ભાડયા બાદ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો નગર પાલિકામાં ઝપાઝપી બાદ મારામારીના દ્રશ્યો સર્જાતા અન્ય સભ્યોએ દોડી જઈ બંને પક્ષોને છૂટા પડાવી પોલીસને જાણ કરી હતી જસદણ પોલીસે દોડી જઈ ઈજાગ્રસ્ત કોર્પોરેટરનું નિવેદન લઈ હુમલાખોર પિતા-પુત્રની શોધખોળ હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ જસદણના ગંગાભવન શેરી ૭માં રહેતા જસદણ નગરપાલિકામાં વોર્ડ નં.૬માં કોર્પોરેટર તરીકે ફરજ બજાવતા ભરત મનુભાઈ જેબલીયા ઉ.૪૭ ગઈકાલે બપોરનાં સમિયે રોડ રસ્તા પ્રશ્ર્ને પ્રમુખ જીજ્ઞેશ હીરપરાને રજૂઆત કરવા માટે નગરપાલિકામાં ગયા હતા જયાં ઓફીસમાં વેરાવસુલાત માટેની મીટીંગ ચાલુ હતી તે સમયે ચૂંટણી જીત્યાનો ખાર રાખી મનુ ધાંધલે આવી ‘તને અહી કોણે આવવાનું કહેલ છે, તુ બહાર નિકળ તને મારવો છે’ કહી કોર્પોરેટરને ગાળો ભાંડયા બાદ લાકડાના ધોકા વડે ફટકાર્યો હતો. ‘તુ અહી નગરપાલીકામાં દેખાયો, તો જીવતો રહેવા દેવો નથી’ કહી કોર્પોરેટરને રોહીત મનુ ધાંધલે ધમકી આપી હતી નગરપાલીકાની ચેમ્બરમાં દેકારો મચી જતા સ્ટાફે દોડી જઈ કોર્પોરેટરને વધુ મારથી છોડાવી ૧૦૮ મારફતે સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડાયા હતા.
ઈજાગ્રસ્ત કોર્પોરેટર ભરત જેબલીયાએ પોલીસને જણાવ્યું હતુકે હું આજથી દોઢેક મહિના પહેલા નગરપાલિકા વોર્ડ ૬ની ચૂંટણી જીતી હતી ત્યારે મેં ભાજપના ઉમેદવાર તરીકે મે ફોર્મ ભરેલું હતુ અને સામા પક્ષે અપક્ષ ઉમેદવારમાંથક્ષ મનુ ધાંધલે ફોર્મ ભરેલુ હતુ જેમાં મારી બહુમતીથી જીત થઈ હતી જે બાબતનું મનદુ:ખ રાખી અવાર નવાર મારી સાથે ઝઘડો કર્યા બાદ ગઈકાલે પિતા પુત્રએ વાસના ધોકા વડે મને ફટકારી મુંઢમારમાયો હતો.