- જનતાને ભજીયા જમવા માટે અને તે પણ સ્મશાનમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું
- કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોના દિલમાંથી અંધશ્રદ્ધા દૂર થાય તે માટેનો
જસદણ: વિવેકાનંદ મોક્ષ ધામમાં રામેશ્વર યુવક મંડળ દ્વારા મોક્ષ ધામને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. તેમજ પાણીના ફુવારાનો નજારો પણ જોવા લાયક હતો જસદણની જનતાને ભજીયા જમવા માટે અને તે પણ સ્મશાનમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જસદણના મુસ્લિમ સમાજના ભાઈઓ પણ આવ્યા હતા.અને તેમને પણ સ્મશાનના ખાટલા પર બેસી ભજીયા આરોગ્ય હતા.કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોના દિલમાંથી અંધશ્રદ્ધા દૂર થાય તે માટેનો હતો.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, કહેવત છે કે કાળી સતરદશી ની રાત્રી એટલે ભૂત પલીતો ની રાત્રી કહેવાય એમાં જો કોઈ સ્મશાનની વાત કરે તો લોકો ફફડવા લાગે જસદણના સમશાનમાં એટલે કે વિવેકાનંદ મોક્ષ ધામમાં રામેશ્વર યુવક મંડળ દ્વારા સમસાનમાં ભજીયા બનાવી સમસાનના ખાટલા પર બેસી ભજીયા આરોગવામાં આવ્યા હતા.
જેમાં રામેશ્વર મંડળ યુવકના સભ્ય દ્વારા જસદણની જનતાને સંદેશો આપવામાં આવ્યો હતો કે માણસનું મૃત્યુ થાય ત્યારે તેનો આત્મા તેમનું શરીર છોડી દેશે અને આ તો મોક્ષ ધામ કહેવાય જયા તેના શરીરને અગ્નિદા આપવામાં આવે છે આ જગત ના લોકો ને આખરે જવાનું તો સમસાન માજ તેનું અંતિમ ઘર તો મોક્ષ ધામ જ છે માટે અહીં કોઈ ભૂતપલી થતા નથી આ એક સદીયો થી લોકો ના મનમાં ડર બેસી ગયેલ છે
તેથી જસદણના લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટે અને તેમના શરીરમાં જે ડર પેશી ગયેલ છે તેને દૂર કરવા માટે જસદણ રામેશ્વર યુવક મંડળના સભ્ય દ્વારા જસદણ વિવેકાનંદ મોક્ષ ધામ ને રોશની થી શણગારવામાં આવ્યું હતું. તેમજ પાણીના ફુવારાનો નજારો પણ જોવા લાયક હતો જસદણની જનતાને ભજીયા જમવા માટે અને તે પણ સ્મશાનમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જસદણના મુસ્લિમ સમાજના ભાઈઓ પણ આવ્યા હતા અને તેમને પણ સ્મશાનના ખાટલા પર બેસી ભજીયા આરોગ્ય હતા કાર્યક્રમમાં નો. મુખ્ય હેતુ લોકોના દિલમાંથી અંધશ્રદ્ધા દૂર થાય તે માટેનો હતો સ્મશાન એટલે શિવજી નું ઘર બમ બમ ભોલે નું ઘર અને ભોળાનાથ નું ઘર કહેવાય
કાલુ રાઠોડ