નોકરીના બે વર્ષ બાકી હોવા છતાંએ સેક્રેટરીને નિવૃત્ત કરી દેવાયાનો ખેડૂતો-વેપારીઓમાં ‘વસવસો’ ન્યાય માટે અદાલતના દરવાજા ખટખટાવાશે
જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સેક્રેટરી તરીકે ફરજ બજાવતા બળવંતભાઈ ચોહલીયાને અંગત ખટરાગ રાખી વિઘ્ન સંતોષી દ્વારા ધરાર નિવૃત્ત કરવામાં આવ્યા છે ત્યારે બળવંતભાઈ ચોહલીયાને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે હું તા ,15 એપ્રિલ સુધી રજા ઉપર હતો અને 16 એપ્રિલે હાજર થતાં જ મને બજાર કમિટીએ સર્વે સમિતિથી ઠરાવ કરી અને ગેર બંધારણીય વિઘ્ન સંતોષવા અંગત રાગ દ્વેષ રાખી ઘમંડ સંતોષવા મને ધરાર નિવૃત્ત નિવૃત્ત કરવામાં આવ્યો છે. જે નિયમની વિરુદ્ધ છે.
જ્યારે બજાર સમિતિમાં સેક્રેટરીની નિમણૂક કરવાની હોય ત્યારે નિયામકની મંજૂરી લેવતી હોય છે અને જ્યારે છુટા કરવાના હોય ત્યારે પણ નિયામકની મંજૂરી લેવાની હોય. અને મને અમુક ખટપટિયાઓએ દંભ રાખી યાર્ડ કમિટીએ કોઈ સાંભળવાની તક આપ્યા વગર મને નિવૃત્ત જાહેર કરી મૂકવામાં આવ્યો છે. જ્યારે હાલ હજુ મારે બે વર્ષનો કાર્યકાળ બાકી હોય ત્યારે મને કોઈ પણ જાતની જાણ કર્યા વગર મને નિવૃત્ત કરવામાં આવ્યો છે વધુમા આ બાબતે બળવંતભાઈ ચોહાલીયાએ જણાવેલ કે નામદાર ન્યાય કોર્ટમાં મારી એપ્લિકેશન આપીશ, અને હું આ બાબતે નામદાર કોર્ટનો આશરો લઈશ.
આ પ્રશ્ર્ને જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અરવિંદભાઈ તોગડિયાને આ બાબતે ટેલીફોનીક વાત કરતા જણાવેલ કે 30 વર્ષની કોસ્તંટ નોકરી કે નિયમમાં હોય છે, અને આ સેવા નિયમ મુજબ અર્થઘટન છે. અને આ એ.પી.એમ.સી ના સર્વાનુમતે બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે,બજાર સમિતિ દ્વારા 30 વર્ષ ની નોકરી અથવા તો 58 વર્ષ બંને વહેલા હોય ત્યારે નિવૃત કરવાના હોય છે. સેક્રેટરીની નિમણુંક વખતે નિયામક ની મંજૂરી લેવાની હોય પણ નિવૃતી દરમિયાન કોઈ મંજૂરી લેવાની હોતી નથી. અને સેક્રેટરીના 30 વર્ષ એપ્રિલ મહિનામાં પૂરા થતાં સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો અને નિવૃત તરીકે જાહેર કર્યા છે.