એસ.ઓ.જી.એ. દરોડો પાડી 3 કિલો 400 ગ્રામ લીલા ગાંજાનો છોડ પકડાય
જસદણ તાલુકાના બાખલવડ ગામની સીમમાં લીલા ગાંજાનું વાવેતર એસ.ઓ.જી.એ ઝડપી પાડી ખેડુતની ધરપકડ કરી રૂા.34,000ની કિંમતનો 3 કિલો 400 ગ્રામ લીલા ગાંજાના છોડ કબ્જે કરી કેટલા સમયથી વાવેતર અને વેંચાણ કરે તે મુદ્ે તપાશનો ધમધમાટ આદર્યો છે.
રાજકોટ જિલ્લામાં નશીલા પદાર્થના કાળા કારોબારને કડક હાથે ડામી દેવા એસ.પી. જયપાલસિંહ રાઠૌરે આપેલી સુચનાને પગલે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઇ. બી.સી.મિયાત્રા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્યારે જસદણના બાખલવડ ગામે રહેતા ધીરૂ કેશુ પલાળીયા નામનો શખ્સ પોતાની વાડીમાં ગાંજાનું વાવેતર કર્યાની હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ વેગડ અને હિતેશભાઇ અગ્રાવતને મળેલી બાતમીના આધારે સ્ટાફે અતુલભાઇ અને જયવિરસિંહ રાણા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં વાડીમાંથી રૂા.34000ની કિંમતનો 3 કિલો 400 ગ્રામ લીલા ગાંજાના છોડ સાથે ખેડુત ધીરૂ કેશુ પલાળીયાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.