જસદણ તાલુકાના બરવાડા ગામે રહેતા દંપતી પર તેના જ ત્રણ કુટુંબીકભાઈઓ દ્વારા ઢોરને ઘાસ નાખવા બાબતે ડખ્ખો કરી દંપતીને ધોકા પાઇપ વડે ઢોર માર મારતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે બનાવ મામલે જસદણ પોલીસ દ્વારા દંપતિની ફરિયાદ પરથી આગળની કાર્યવાહી હાથધરી છે.
ઢોરને ઘાસ નાખવા બાબતે ડખ્ખો કરી માર મારતા દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
બનાવની મળતી માહિતી અનુસાર જસદણ તાલુકાના બરવાડા ગામે રહેતા જેન્તીભાઇ ગોપાલભાઈ ઝાપડીયા (ઉ.વ.૩૦)અને તેમના પત્ની કૈલાશબેન ગોપાલભાઈ ઝપડીયા (ઉ.વ.૨૯) ગઈકાલે પોતાના ઘરે હતા.ત્યારે જેન્તીભાઇના પત્ની ઢોરને ઘાસ નાખવા માટે ગયા હતાં.ત્યારે જેન્તીભાઈના કુટુંબી ભાઈ રાજેશભાઈ,વલ્લભભાઈ અને વિક્રમભાઈ દ્વારા ઢોરને ખાસ નાખવા બાબતે માથાકૂટ કરી દંપતિ પર ધોકા અને પાઇપ વડે ઢોર માર મારી તેમને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી બનાવ મામલે પોલીસ દ્વારા દંપતિની ફરિયાદ પરથી આગળની કાર્યવાહી હાથધરી છે.