રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આવેલ બળધોઈ ડુંગર પર સાંજના પાંચેક વાગ્યાની આસપાસ આગ લાગી હતી.આ ઘટનાની જાણ થતા પ્રાંત અધિકારી, મામલતદાર, ટી.ડી.ઓ. તલાટી કમમંત્રી તેમજ આજુબાજુના ગામના સરપંચો હાજર રહ્યા હતા.
તેમજ વીરનગર ગામના અને બળધોઈ પાંચવડા ગામના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં બળધોઈ ડુંગરે પહોંચ્યા અને આગ બુજાવાના પ્રયત્ન કર્યા હતા આ સમયે આગ વધુમાં વધુ આગળ વધતી જણાતા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર બિગેડની ટીમ આવતા જ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો તેમ છતાં આગને ડુંગર ઉપર હોવાથી આગને બુજાવવી કઠિન હતું પરંતુ વીરનગર, પાંચવડા અને બળધોઈના યુવાનો દ્વારા આગને જે મહામુસીબતથી કંટ્રોલ કરવામાં આવી હતી.
આ તકે જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ પરેશભાઈ રાદડિયા દરેક અધિકારીઓ, ફાયર બ્રિગેડની ટીમના જવાનો અને આગ બુજવવામાં જીવના જોખમે જે યુવાનો મહેનત કરી હતી તેમનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. લોકો માં ભય ફેલાયો હતો પણ લોકો ની મહેનત કરી અને આગ બુઝાવી હતી જેથી લોકો માં રાહતની લાગણી ફેલાઈ ગઈ હતી ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતાં ડુંગર પર ફાયરબ્રિગેડ ગાડી જય સકે તેમહતી નહીં અને રાત્રી નો સમયહોય જેથી લોકો જાતે મહેનત કરી ને બુઝાવી હતી