- કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે વિવિધ વિકાસકામાનું ખાતમુહૂર્ત કરાયું
- સાત કરોડના ખર્ચે નિર્માણ પામનારા વિવિધ કામોનું ખાતમુહૂર્ત
- જસદણથી ચીતલીયા સુધી બનનારા રોડનું ખાતમુહૂર્ત કરાયું
- જસદણ વિછીયા પંથકના સર્વાંગી વિકાસ માટે પ્રયાસ શરુ
- ભાજપના સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિકો બહોળી સંખ્યામાં રહ્યા હાજર
જસદણથી ચીતલીયા સુધી બનનારા રોડનું કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે સાત કરોડના ખર્ચે નિર્માણ પામનારા વિવિધ વિકાસકામાનું ખાતમુહૂર્ત કરાયું હતું. તેમજ જસદણ વિછીયા પંથકના સર્વાંગી વિકાસ માટે પ્રયાસ શરુ કરવામાં આવ્યા હતા. ભાજપના સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે જસદણ શહેરના સાત કરોડના ખર્ચે નિર્માણ પામનારા વિવિધ વિકાસકામાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ જસદણના આસ્થા સ્કૂલના ગ્રાઉન્ડમાં કુંવરજી બાવળીયા ના હસ્તે જસદણથી ચીતલીયા સુધીનો સાડા ત્રણ કરોડના ખર્ચે બનનારા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જસદણ પ્રાંત અધિકારી જસદણ મામલતદાર તેમજ ભાજપના સંગઠન ના હોદ્દેદારો અને વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ ઉપરાંત મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર જસદણ વિછીયા પંથકના સર્વાંગી વિકાસ માટે પ્રયાશિલ છે. તેમજ અહીં શિક્ષણ આરોગ્ય રસ્તાઓ વીજળી પીવાનું પાણી વાહન વ્યવહાર જેવી પ્રાથમિક સુવિધાઓના વિકાસ કાર્યો તબક્કા વાર થાય તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે. જસદણ વિકાસ માટે આવનારા દિવસોમાં કુંવરજી બાવળિયા દ્વારા 10 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવવામાં આવી છે અને હજુ જસદણ શહેરની પ્રજાની સુખાહારી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિવિધ વિકાસના કાર્ય માટે ફાળવવામાં આવશે.
અહેવાલ : કાળુ રાઠોડ