જસદણમાં છેલ્લા એક વર્ષથી ખુદ ભાજપના ચુંટાયેલા અને સંગઠનના હોદેદારો જાહેરમાં લડી રહ્યાં છે
જસદણ–વિંછીયા પંથકના ભાજપમાંથી ચુંટાયેલા સભ્યો અને સંગઠનોના સભ્યોની એક બેઠક આગામી લોકસભાની ચુંટણી અંગે મળેલ. જેમાં ભુતકાળમાં પક્ષ માટે લોહી પાણી એક કર્યું છે અને સતત પ્રજા વચ્ચે જે ભાજપના કાર્યકરો હતા તેને દુર હડસેલી દીધા અને પ્રમુખમાં હીંગનો હડાકો પણ નથી એવી કાર્યકરોની રજુઆતનો મારો રહેતા જિલ્લાના ભાજપ આગેવાનો પણ અચંબામાં પડી જતા હવે આગામી દિવસોમાં સંગઠન અને જસદણ નગરપાલિકાના હોદેદારો પણ બદલાય એવી ભાજપના કાર્યકરો દ્વારા સોશિયલ મીડિયામાં વાતો થતા જુના–નવીના સંકેતો છે પણ રાજકારણમાં છેલ્લી ઘડીએ શું થાય તે હાલ કહેવું અશકય છે. લોકસભાની ચુંટણી અંગે જસદણ–વિંછીયાના ચુંટાયેલા અને સંગઠનોના હોદેદારોની એક મીટીંગ ભાજપના ડી.કે.સખીયા, ડો.ભરતભાઈ બોઘરા, ભાનુભાઈ મેહતા, જિલ્લા પ્રભારી પ્રકાશ સોનીએ લીધી પણ એમાં જસદણ નગરપાલિકામાંથી ભાજપના ૨૩ સભ્યોમાંથી ફકત પાંચ સભ્યો હાજર અને સંગઠનના પણ ગણ્યા ગાઠયા હોદેદારો હાજર વધુ સંખ્યા તો કાર્યકરોની હતી અને મીટીંગમાં વફાદારોએ બુમરાણ મચાવી કે વ્યકિત મહાન નથી પાર્ટી મહાન છે. આ તકે જીલ્લા ભાજપના આગેવાનોએ તો ઉ૫સ્થિત ભાજપ પ્રમુખને તો રીતસર જાહેરમાં ખખડાવ્યા કે તમે ઢીલા પડો છો તમે ઠંડા પડો છો તમારે દરેક નિર્ણય બીજાને પુછીને લેવા પડે છે. આવી વાતો અનેકાએક વાતો ભાજપના સભ્યોમાં ચર્ચાય રહી છે ત્યારે જસદણમાં છેલ્લા એક વર્ષથી ખુદ ભાજપના ચુંટાયેલા અને સંગઠનના હોદેદારો જાહેરમાં લડી રહ્યા છે ત્યારે જસદણ પાલિકા અને સંગઠનમાં ફેરફાર કરવાની માંગણી ખુદ ભાજપના સભ્યો કરી રહ્યા છે.