ભડલી ગામે સગાને મળવા જતા કોલેજીયન યુવાનના પરિચયમાં આવેલી સગીરાને ચાર દિવસ પહેલાં મળવા બોલાવી દુષ્કર્મ આચર્યુ
જસદણ તાલુકાના ભડલી ગામની તરુણીને પ્રેમ ઝાળમાં ફસાવી લગ્નની લાલચ દઇ થોરીયાળીના કોલેજીયન યુવાને બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે થોરીયાળીના શખ્સની ધરપકડ કરી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના થોરીયાળી ગામના મેહુલ ભાણજી ઝાપડીયાના ભડલી ગામે સગા રહેતા હોવાથી તેમને ત્યાં આટો દેવા ગયો ત્યારે ત્યાં પાડોશમાં રહેતી 17 વર્ષની તરુણીના પરિચયમાં આવતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ગત તા.15 જાન્યુઆરીએ સગીરાને મળવા બોલાવ્યા બાદ બળાત્કાર ગુજાર્યો હતો.
સગીરા મોડીરાત સુધી પોતાના ઘરે ગુમ રહ્યા બાદ આવી ત્યારે પરિવાર દ્વારા કરાયેલી પૂછપરછમાં થોરીયાળીના મહેલુ ઝાપડીયાએ દુષ્કર્મ આચર્યાનું જણાવતા પિડીતાની માતાએ કોલેજીયન યુવક મેહુલ ઝાપડીયા સામે બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાવતા જસદણ પી.આઇ. જાની અને રાઇટર અરુણભાઇ સહિતના સ્ટાફે મહેલુ ઝાપડીયાની બળાત્કારના ગુનામાં ધરપકડ કરી છે.