તરૂણને માર મારતાં પિતરાઈ ભાઈ છોડાવવા જતા ત્રણ શખ્સો પાઇપ વડે તૂટી પડ્યા
જસદણમાં માતાજીના માંડવામાં છાશ તોડવા બાબતે તરુણ સાથે માથાકૂટ કરતા તેનો મોટો પિતરાઈ ભાઈ વચ્ચે પડ્યો હતો. જેનો ખાર રાખી ત્રણ શખ્સોએ પાઇપ વડે યુવાનને માર મારતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણમાં પોલારપર રોડ પર રહેતા અને મજૂરી કામ કરતા અજય રાજુભાઈ રાઠોડ નામના 18 વર્ષના યુવાન પર તેના જ ગામના અંકિત, અજય અને એક અજાણ્યા શખ્સે પાઇપ વડે હુમલો કરતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે જસદણ પોલીસ મથકમાં જાણ કરતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ અજય રાઠોડ ગત રાત્રે પોતાના મોટા બાપુના છોકરા મયુર રાઠોડ સાથે મેલડી માતાજીના મંદિરે માંડવામાં ગયો હતો.
જ્યાં મયુર રાઠોડથી છાશ ઢોડાઈ જતા ઉશ્કેરાયેલા અંકિત અને અજયે તેને ફડાકા વાળી કરી હતી. જેથી અજય રાઠોડ વચ્ચે પડતા તેના પર પાઇપ વડે હુમલો કર્યાનો જણાવ્યું છે.