૭ ઉમેદવારોએફોર્મ પરત ખેંચ્યા: પ્રચાર-પ્રસારઅર્થે સમગ્ર પંથકને ધમરોળતા ઉમેદવારો અને સમર્થકો

જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીમાં ગઈકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ગઈકાલ બપોર સુધીમાં કુલ ૭ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા પેટાચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જસદણ પેટાચુંટણીમાં હવે ૮ ઉમેદવારો વચ્ચે હવે સીધો જંગ ખેલાશે.

આ ૮ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે પ્રચાર-પ્રસારઅર્થે સમગ્ર જસદણ પંથકને ધમરોળવાનું શરૂ કરી દીધું છે.

જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીમાં તા.૫ અનેતા.૬ના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસો હતા. તા.૪ના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણીમાં બે ફોર્મ રદ થયાબાદ ૧૫ ઉમેદવારી ફોર્મ વઘ્યા હતા. બાદમાં તા.૫ અને તા.૬ના રોજ ૭ જેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાહતા.

જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીનું ચિત્ર ગઈકાલથી સ્પષ્ટથઈ ગયું છે. જસદણના આ જંગમાં ભાજપના કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા,કોંગ્રેસના અવસરભાઈ કાનજીભાઈ નાકીયા, વ્યવસ્થાપરિવર્તન પાર્ટીના ધરમશીભાઈ રામજીભાઈ ઢાપા, નવીન ભારત નિર્માણમંચના ડો.દિનેશભાઈ સનાભાઈ પટેલ તેમજ અપક્ષ ઉમેદવાર નાથાલાલ પુંજાભાઈચિત્રોડા, મુકેશભાઈ મોહનભાઈ ભેંસજાળીયા, ની‚પાબેન નટવરલાલ માધુ, ભરતભાઈ જેસાભાઈ માનકોલીયાનો સમાવેશ થાય છે.

જસદણ વિધાનસભા બેઠક માટે આગામી ૨૦મીએ મતદાન યોજાનાર છે. ગઈકાલે બપોરે જસદણ પેટાચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ચુકયું છે. હાલઆ પેટાચુંટણીમાં ૮ ઉમેદવારો મેદાને છે. તમામ ઉમેદવારો પોતાનાસમર્થકો સાથે પ્રચાર-પ્રસાર અર્થે સમગ્ર જસદણ પંથકને ધમરોળી રહ્યાછે. જસદણ પેટાચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જતા ચુંટણી તંત્ર દ્વારાપણ બેલેટ પેપરનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

અગાઉ ૧૭ જેટલા ઉમેદવારો મેદાનમાં હતા. જેથીબે બેલેટ પેપર રાખવા પડે તેવી પરિસ્થિતિ સર્જાય હતી પરંતુ ઉમેદવારો ઘટીને આઠ થઈ જતાએક જ બેલેટ પેપરનો ઉપયોગ થશે. પેટાચુંટણીમાં એક બેલેટ પેપરનોઉપયોગ થવાથી ચુંટણી તંત્ર તેમજ લોકોનેપણ મતદાન પ્રક્રિયામાં સરળતા રહેશે. 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.