૨૬ નવેમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ ૩ ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે: ૨૩ ડિસેમ્બરે મત ગણતરી
છેલ્લા ઘણા દિવસથી જસદણ પેટા ચૂંટણી જાહેર થવાની સંભાવના વર્તાઈ રહી હતી. અંતે આજરોજ બપોરે ૩ કલાકે ચૂંટણીપંચ દ્વારા જસદણ પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ૨૦ ડિસેમ્બરે મતદાન થશે. પેટા ચૂંટણીમાં ઉમેદવારો ૨૬ નવેમ્બરથી ફોર્મ ભરી શકશે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા ૩ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.
છેલ્લા ઘણા સમયથી જસદણ પેટા ચૂંટણીની જાહેરાત થવાની રાહ જોવાઈ રહી હતી ત્યારે અંતે આજે ચૂંટણીપંચ દ્વારા જસદણ વિધાનસભા બેઠકની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. બપોરે ૪ કલાકે જસદણ ખાતે જિલ્લા ભાજપનું સ્નેહ મિલન યોજાનાર છે તેને એક કલાક પૂર્વે બપોરે ૩ કલાકે ચૂંટણીપંચ દ્વારા જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યું છે.જસદણ વિધાનસભા બેઠક પર અગાઉ વિજેતા થયેલા કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને કેશરીયો ખેસ ધારણ કર્યો હતો.
બાદમાં ભાજપને તેઓને કેબીનેટ મંત્રીનું પદ સોંપ્યું હતું. કુંવરજીભાઈ બાવળીયા પાસે ધારાસભ્ય તરીકે ચૂંટાવાની ડેડલાઈન ૩ જાન્યુઆરી છે. જે માટે ૩ જાન્યુઆરી પૂર્વે જસદણની પેટા ચૂંટણી પૂર્ણ થઈ જવી જરૂરી હતી. છેલ્લા ઘણા દિવસોથી જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની રાહ જોવાઈ રહી હતી અંતે આજે બપોરે ૩ કલાકે ચૂંટણીપંચ દ્વારા જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ૨૬ નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થનાર છે. તા.૩ ડિસેમ્બર સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે બાદમાં ૬ ડિસેમ્બર ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. બાદમાં ૨૦ ડિસેમ્બરે મતદાન યોજાશે અને ૨૩ ડિસેમ્બરે પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
પેટા ચૂંટણીનો કાર્યક્રમ
૨૬ નવેમ્બર – ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
૩ ડિસેમ્બર – ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
૬ ડિસેમ્બર – ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ
૨૦ ડિસેમ્બર – મતદાન
૨૩ ડિસેમ્બર – મત ગણતરી