કાળાસરથી કોહવાયેલી મળી આવેલી લાશનો ભેદ ઉકેલવા એલ.સી.બી. એસ.ઓ.જી. અને જસદણ પોલીસનો ધમધમાટ
મૃતદેહનો રાજકોટ ફોરેન્સીક નિષ્ણાંત દ્વારા કરાયું પોસ્ટ મોર્ટમ મૃતકની ઓળખ મળ્યા બાદ હત્યા કોને અને શા માટે કર્યાનું કારણ બહાર આવશે
જસદણ તાલુકાના કાળાસર ગામની સીમમાં કોથળામાં કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા પી.આઇ. ટી.પી. જાની સહિતનો સ્ટાફ દોડી જઇ મોતનું કારણ જાણવા માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તપાશનો ધમધમાટ આદર્યો છે.
વધુ વિગત મુજબ જસદણ નજીક કાળાસર ગામની સીમમાં કોથળામાં લાશ પડી હોવાની ખાંડા હડમતીયા ગામના કેશુભાઇ બાવળીયા નામના રાહદારીએ જસદણ પોલીસ મથકને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા પી.આઇ. પી.બી.જાની સહિતના સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસ સ્ટાફે મોતનું કારણ જાણવા પ્રથમ જસદણ હોસ્પિટલ અને ફોરેન્સીક પી.એમ. અને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
હત્યા કરી લાશને કોથળામાં નાખી અવવારૂં સ્થળે ફેંકી ગયાની શંકા સેવાય રહી છે.
પોલીસે ગુમની યાદી તેમજ જસદણ પંથકમાં મારામારીના બનાવોની માહિતી એકત્રિત કરી સીસીટીવી અને મોબાઇલ લોકેશન તેમજ બાતમીના આધારે મૃતકની ઓળખ મેળવવા તપાશનો ધમધમાટ આદર્યો છે.
યુવકની હત્યા શા માટે અને કોને કરી તે માટે એલ.સી.બી., એસ.ઓ.જી. અને જસદણ પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાશ હાથધરી છે.