વર્ષ-2012માં લીધેલી રકમ પેટે ખેતીની જમીનનો દસ્તાવેજ કરાવી લીધો
જસદણ શહેરના વેપારીએ 3 ટકા લેખે 37 લાખ વ્યાજ લીધા તેના બદલામાં જમીનનું સાટાખત કરાવી રૂા.1.75 કરોડ વસુલ કર્યા તેમજ 28 લાખનું દર મહિને 1.10 લાખ વ્યાજ 15 મહિના સુધી વસુલી લઇ વેપારી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના પિતા પાસેથી વધુ 5 લાખ કઢાવી લીધાની વ્યાજખોર શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
જસદણમાં રહેતા અને બિલ્ડીંગ મટીરીયલ્સનો વેપાર કરતા મયુરભાઈ મગનભાઈધાનાણી (ઉ.વ.37)એ વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોર જયવંત જલુભાઈ ધાધલ (રહે. જસદણ)એ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મયુરભાઈએ જણાવ્યું કે, તેને 2012માં પૈસાની જરૂરિયાત પડતા આરોપી પાસેથી રૂા. 10 લાખ 3 ટકા વ્યાજે લીધા બાદ ટુકડે-ટુકડે 2020 સુધીમાં તેણે કુલ રૂા.37 લાખ લીધા હતા. જેના બદલામાં આરોપીએતેનીજમીનના કબજા વગરનો રૂા. 25 લાખની કિંમતનો સાટાખત બાદ દસ્તાવેજ કરાવી લીધો હતો.તેમજ વેપારીને ધમકીઓ આપી 37 લાખના કુલ રૂા. 1.75 કરોડ વસૂલ કર્યા હતા. ત્યારબાદ વેપારીને ફરીથી જરૂર પડતા 2021માં આરોપી પાસેથી રૂા. 20 લાખ 3 ટકા વ્યાજે તથા પાંચ લાખ 5 ટકા વ્યાજે અને 3લાખ 8 ટકા લેખે વ્યાજેલીધા હતા. આ 28 લાખનું દર મહિને તે રૂા. 1.10 લાખ વ્યાજ વસૂલતો હતો. કુલ 15 મહિનાસુધી આરોપીએ રૂા. 16.50 લાખ વસૂલ કરી વેપારી અને તેના પરિવારને ગાળો દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં મોતનો ભય બતાવી વેપારીના પિતા પાસેથી રૂા. પાંચ લાખ કઢાવી લીધા હતા. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.