- વિંછીયા રોડ પર આવેલ ગ્રાઉન્ડમાં રવિ કૃષિ મહોત્સવનો બે દિવસીય કાર્યક્રમ યોજાયો
- રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા રહ્યા ઉપસ્થિત
- મુખ્યમંત્રીનો લાઈવ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો
- કાર્યક્રમમાં ગોઠવાયેલા સ્ટોલનું કેબિનેટ મંત્રી કર્યું નિરીક્ષણ
- બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો રહ્યા ઉપસ્થિત
Jasdan News : જસદણના વિંછીયા રોડ પર આવેલ ગ્રાઉન્ડમાં આજે રવિ કૃષિ મહોત્સવનો બે દિવસીય કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં જસદણ તાલુકાના ખેડૂત ભાઈઓ અને બહેનો એ હાજરી આપી હતી. તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો લાઈવ કાર્યક્રમ પણ ખેડૂત ભાઈઓ અને બહેનોએ નિહાળ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ હાજરી આપી હતી અને ખેડૂતોને સંબોધન કર્યું હતું. કુંવરજી બાવળિયાના હસ્તે ખેડૂતોને નિમણૂકના હુકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમજ પશુ ડોક્ટર દ્વારા નર્સરી વિભાગ દ્વારા પર્યાવરણ વિભાગ દ્વારા આંગણવાડીની બહેનો દ્વારા તેમજ ખેતીવાડીના અધિકારીઓ દ્વારા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. તમામ સ્ટોલની કુંવરજી બાવળીયા દ્વારા મુલાકાત લઇ નિરીક્ષણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ તેમજ ખેડૂત ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અહેવાલ : કાળુ રાઠોડ