પોલીસે ગણતરીની મિનિટોમાં નરાધમને દબોચી લીધો: ચલણીનોટમાં બીભત્સ શબ્દો લખી મહિલાઓને હેરાન કરતો ‘તો
જસદણના ચિતલીયા રોડ પર આવેલ ઉમિયા નગરમાં એક વિકૃત નરાધમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મહિલાઓને 10 રૂપિયા 20 રૂપિયા અને 50 રૂપિયા ની નોટ માં તેમજ સાદા કાગળમાં બીભત્સ. શબ્દો લખી આ મહિલાનું આની સાથે અફેર છે તેવા અનેક પ્રકારના બીભત્સ શબ્દો લખી. પથ્થર સાથે વીટીને મહિલાઓના ઘેરે નાખીને આવતો આવી નોટોમાં લખાણના હિસાબે અમુક મહિલાઓને ઘેરે આ નરાધમ ના પાપે. માથાકૂટ પણ થતી હતી.
જસદણના ઉમિયા નગરમાં રહેતી મહિલાઓ છેલ્લા 10 વર્ષથી હેરાન પરેશાન હતી આવી વાત કેવી કોને આખરે કંટાળીને તેમના વોર્ડના સદસ્ય નરેશભાઈ સોહલીયાને આખી વાત જણાવતા તેઓ પણ ચોકી ઉઠ્યા હતા નરેશભાઈ સોહલિયા. એ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં વિકૃત મગજના અજાણ્યા શખ્સ.વિરુદ્ધ. અરજી દાખલ કરાવી હતી.
અરજી મળતા ની સાથે જસદણ પોલીસ સ્ટેશનના પી.આઈ ના માર્ગદર્શન હેઠળ બીટ જમાદાર જયંતીભાઈ એ માત્ર ને માત્ર અડધી કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો ખોદા પહાડ નીકલા ચૂહા આરોપીનું નામ સાંભળતા ઉમિયા નગર આખું. હચમચી.ગયું હતું ઉમિયા નગરમાં લગભગ કણબી પટેલ લોકો જ રહે છે અને આરોપી તે વિસ્તારનો તેમને જ્ઞાતિનો 58 વર્ષીય ભીખાભાઈ મોહનભાઈ નામનો વ્યક્તિ નીકળ્યો બીટ જમાદાર જયંતીભાઈ ના જણાવ્યા મુજબ છેલ્લા દસ વર્ષથી આખા ઉમિયા નગરની મહિલાઓને નીંદ હરામ કરી નાખી હતી અલગ અલગ ઘેરે અલગ અલગ બીભત્સ. શબ્દો લખી પથ્થરમાં બાંધી નોટો ફેંકીને ચાલ્યો જતો આરોપીને માત્ર અડધી કલાકમાં જ બીટ જમાદાર જયંતીભાઈ એ પકડી જસદણ પોલીસ સ્ટેશનને લાવીને કાયદાનું ભાન કરાવ્યું હતું ઉમિયા નગરની મહિલાઓ જેન્તીભાઈ જમાદાર ની કામગીરીને બિરદાવે છે અને બીજી બાજુ નરાધમ વાપી વિકૃત ભીખા મોહનને ધિક્કારે.છે.