જસદણ સમાચાર
જસદણના વિછીયા પંથકમાંથી ત્રણ ખેતરોમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે . રાજકોટ રૂરલ એ.સો.જી પોલીસે વિછીયા તાલુકાના પાટીયાળી ગામે દરોડો પાડ્યો હતો જેમાં મોટા પ્રમાણમાં પાટિયાળી ગામની વાડીમાંથી ગાંજાનો જથ્થો પકડી પડ્યો છે . વીંછીયા નું પાટિયારીની વાડીના ઢાળીયામાંથી 48 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરાઇ છે .
પાટિયારી ગામની વાડીમાં એસ.ઓ.જી પોલીસે દરોડા કરી ધીરુભાઈ ખોડાભાઈ તાવીયા નામના વ્યક્તિની ધરપકડ કરી છે . ધીરુ તાવીયાએ પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું . જસદણના ધનજી કોળીએ 12 એકરમાં ગાંજાનું વાવેતર કરી 150 કિલો ગાંજો તૈયાર કરી વેચાણ માટેની તૈયારી શરૂ કરી હતી. જસદણના બે અને વીંછીયા એક ખેતરમાંથી કુલ મળીને 200 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે .કુલ 21 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે . સ્થાનિક લોકોની બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય SOG પોલીસ અને જસદણ પોલીસે કાર્યવાહી કરી છે .
કાળુ રાઠોડ
..