જસદણ સમાચાર
જસદણના બળધોઈ ગામ નજીક હાઈવે રોડ પર અકસ્માતની ઘટના બની છે . જેમાં ફોરવીલર કારે ટુ વ્હીલર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો . અકસ્માત સર્જાતા ટુ વ્હીલર અને ફોરવીલર કાર ખેતરમાં ઉતરી ગઈ હતી . કાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો . અકસ્માતમાં શિવરાજપુર ગામના કાકા ભત્રીજા નું મોત થયુ છે . સમગ્ર ઘટના બાદ મૃતદેહને પીએમ અર્થે જસદણ ની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા . આટકોટ પોલીસે અકસ્માત કરનારની શોધ ખોળ હાથ ધરી હતી .