ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ બેંક જે ખુડૂતો ની બેંક છે જે નાબાર્ડ દ્રારા ધિરાણ કરે છે. ગુજરાત સ્ટેટ કો ઓપેરેટિવ બેન્ક ના ડિરેક્ટર અને પૂર્વ મંત્રી જશાભાઈ બારડે બેંક ના ચેરમેન શ્રી અજયભાઇ પટેલ અને પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી, દિલીપભાઈ સાંઘાણી, મંત્રી જયેશભાઇ રાદડિયા અને ગુજરાત સ્ટેટ બેંકના 24 ડાયરેકટરો સાથે આજે કોન્ફરન્સ કોલથી ચર્ચા કરવામાં આવી.
જેમાં આજે દેશ સામે જે કોરોના મહામારીનો પડકાર છે તેનો સામનો કઈ રીતે કરવો તે બાબતની સમજ અને ચર્ચા કરવામાં આવી. દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુહ પ્રધાન અમિતભાઇ શાહ દ્રારા જે લોકડાઉન થી આમ જનતા નેં કઈ રીતે મદદ રૂપ થવું અને ગામડાઓ માં વધુ મદદ કઈ રીતે પોહ્ચાડવી તેની માહિતી આપવા માં આવી. શ્રી જસાભાઈ બારડ દ્રારા સુત્રાપાડા વેરાવળ માં જે અનાજ કીટ નું વિતરણ કરવામાં આવ્યું તેની જાણકારી આપવા માં આવી અને તમામ નૉ આભાર વ્યક્ત કરવામાં આવેલ.
ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેંક દ્રારા 4000 રાસન કીટવિતરણ ગુજરાત માં કરવામાં આવ્યું. અને 1 કરોડ 15 લાખ મુખ્યમંત્રી ફંડ માં અને 1કરોડ 15લાખ પી. એમ. ફંડ માં આપવા માં આવેલ. ગુજરાત સ્ટેટ કો ઓપેરેટિવ બેન્ક ના ડિરેક્ટર અને પૂર્વ મંત્રી જશાભાઈ બારડે આ ચર્ચામાં જણાવેલ કે સુત્રાપાડા અને વેરાવળઅને તાલાલા વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને રાશનકીટ આપવામાં આવેલ અને જરૂર પડ્યે વધુ સહાય આપવાની થાય તો તે માટે પણ તેઓની તત્પરતા બતાવેલ હતી.