વર્ષ ૨૦૧૪માં લોન્ચ કરાયેલ હાયાબુસા-ર મિશન એસ્ટ્રોઇડ રયુગુ પરથી નમુનાઓ લઇ ધરતી પર પહોચ્યું!!
રયુગુ પરની માટી અને ખડકોના નમુના લઇ આવેલી કેપ્સુલની મદદથી સૌર મંડળ અને પૃથ્વીની ઉત્પત્નિા રહસ્યો અંગે જાણી શકાશે
બ્રહ્માંડની ઉત્પતિ કઇ રીતે થઇ?? પૃથ્વી પર જીવનની શરુઆત કેવી રીતે અને કયારથી થઇ?? વગેરે જેવા રહસ્યમય પ્રશ્ર્નો પર સંશોધન અર્થે વૈજ્ઞાનિકો હમેશા આતુર રહેતા હોય છે. ત્યારે તાજેતરમાં જાપાનનું હાયાબુસા-ર મિશન અવકાશમાંથી પુન: ધરતી પર ઉતર્યુ છે. આ મિશન અંતર્ગત ‘પાર્સલ’ નામનું અવકાશયાન હાયાબુસા-ર નામની એક કેપ્સુલ લઇને ઉતર્યુ છે. જેના થકી પૃથ્વી પર જીવનની શરુઆતનું રહસ્ય તેમજ સૌરમંડળની રચના અંગે રસપદ તથ્યો જાણી શકાશે.
જાપાનની હાયાબુસા-ર કેપ્સુલ કે જે ધરતીની નજીકનો એસ્ટ્રોઇડ સ્યુગુ પરથી માટી, ખડકો અને ધુળના સેમ્પલો લઇ પૃથ્વી પર પહોચ્યું છે. જાપાનની સ્પેશ એજન્સી જાકસાએ ટવીટર થકીઆની જાણકારી આપતા જણાવ્યું હતું કે, હાયાબુસા-રનું ઓસ્ટ્રેલીયામાં સફળ લેન્ડીંગ થઇ ચૂકયું છે. અને વર્ષ ૨૦૧૪માં મોકલવામાં આવેલ કેપ્સુલ મળી ચૂકી છે.
આ કેપ્સુલ દ્વારા મેળવાયેલા સ્યુગુ એસ્ટ્રોઇડ પરના સેમ્પલો પર ગહન અભ્યાસ અને સંશોધન થશે જેની મદદથી એ જાણવામાં સરળતા મળશે કે પૃથ્વીની ઉત્પતિ કઇ રીતે થઇ હતી?? પૃથ્વી પર જીવનની શરુઆત કયારે થઇ હતી?? ઉલ્લેખનીય છે કે, જાપાન દ્વારા વર્ષ ૨૦૧૪ ની ૩ ડિસેમ્બરે આ હાયાબુસા-ર મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. અને આશરે ચાર વર્ષના સમય બાદ તે એસ્ટ્રોઇડ રયુગુ પર પહોંચી સફળ લેન્ડીંગ કર્યુ હતું. અને વર્ષ ૨૦૧૯માં રયુગુ શુક્ર ગૃહ પરના નમુનાઓ એકત્ર કરવાનું શરુ કર્યુ હતું. કોઇ શુક્ર ગ્રહ (એસ્ટ્રોઇડ) ના પાતાળમાંથી નમુનાઓ એકત્ર કરનાર આ જાપાનનું હાયાબુસા-ર મીશન વિશ્વનું પ્રથમ મીશન બની ગયું છે. અને આવું બીજી વખત બન્યું છે કે કોઇ એસ્ટ્રોઇડ પરથી અણઅડકાયેલા મટીરીયલ ધરતી પર પાછા લવાયા હોય માકોટો યોશિકાવાના પ્રોજેકટ આ અંગે જણાવ્યું કે, વૈજ્ઞાનિકો સ્યુગુના માટીમાં ઓર્ગેનિક મટીરીયલનું વિશ્લેષણ કરશે.