પાંચ વર્ષ માટે ત્રણ લાખ યુવાનોને ટ્રેઇનીંગ અને પ૦ હજારને જાપાનમાં નોકરીની તકો
જાપાનની કુશળતા વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે. ભારત સરકાર ૩ લાખ યુવાનોને સ્કીલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ જાપાનમાં ૩ થી ૫ વર્ષની ટ્રેનીંગ માટે મોકલવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ મામલે ગઈકાલે જ જાહેર કરી હતી. તેમણે ભારતીય ટેકનીકલ ક્ષેત્રના યુવાનોને જાપાન મોકલવાની તૈયારી દર્શાવી હતી.
ટેકનીકલ ઈન્ટર્ન ટ્રેનીંગ પ્રોગ્રામ હેઠળ ભારત અને જાપાન વચ્ચે એમઓયુ થયા છે. આગામી ૧૬ ઓકટોબરથી આ પ્રોગ્રામ હેઠળ ટેકનીકલ ઈન્ટર્નને જાપાન મોકલવાની તૈયારી થશે. ૩ લાખ યુવાનોને જાપાન ટેકનીકલ ક્ષેત્રના નિષ્ણાંત બનાવશે. મોદી સરકાર સત્તા પર આવ્યા બાદ સ્કીલ ડેવલોપમેન્ટ ઉપર વધુને વધુ ધ્યાન આપી રહી છે. માટે સરકાર જાપાની ટેકનોલોજી ક્ષેત્રે યુવાનો નિષ્ણાંત બને તે સુશ્ર્ચિત કરવા માંગે છે.
ભારતના યુવાનોને જાપાન ૩ થી ૫ વર્ષ સુધી ટેકનીકલ તાલીમ આપશે. આ યુવાનો જાપાનની ઈકો સીસ્ટમ ભળી જશે અને રોજગારીની તકો મેળવશે.
જાપાનની ટેકનીકલ તાલીમ બાદ અંદાજે ૫૦ હજાર યુવાનોને ત્યાં જ રોજગારી આપી દેવામાં આવશે. જયારે આ યુવાનો ભારત પાછા ફરશે ત્યારે તેઓનું ભારતમાં વિવિધ ક્ષેત્રમાં બહોળુ પ્રસાદ રહેશે. ત્રણ લાખ યુવાનોને કારણે ભવિષ્યમાં ભારતમાં અનેક યુવાનોને રોજગારી અને તાલીમ મળશે તેવી અપેક્ષા સરકાર સેવી રહી છે.