હવે જાપાન ઇંગ્લેન્ડ અથવા બેલ્જીયમ સાથે સેમી ફાઈનલ માટેનો મુકાબલો કરશે
પોલેન્ડ વોલ્ગોગ્રાડ એરીયામાં રમાયેલા ફીફા વર્લ્ડ કપમાં દરેક ટીમો અંતિમ ૧૬માં પોતાનું સ્થાન બનાવવા માટે ચકાચસીની ટકકર આપી ચૂકયા છે. ત્યારે અંતિમ દાવના મુકાબલા પોલેન્ડે જાપાનને ૧-૦થી હરાવ્યું છતા તે ફાઈનલ ૧૬માં જાપાને સ્થાન મેળવ્યું છે.
વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત બન્યું હતુ કે કોઈ ખેલાડીના આધારે આખી ટીમ નોકઆઉટમાં પ્રવેશ હોય, આ ગ્રુપથી અંતિમ ૧૬ માટે કોલંબીયાએ પણ સેનેગલને ૧-૦થી હરાવીને કવોલીફાઈમાં એન્ટ્રી મેળવી હતી.
પોલેન્ડ પોતાના પ્રથમ મેચમાં જ સેનેગલથી ખરાબ રીતે હાર્યું હતુ અને બીજા મેચમાં કોલંબીયાએ માત આપી હતી આ મેચ પૂર્વ સેનેગલ અને જાપાને ચાર ચાર અંક પોતાની ટીમ માટે એકઠા કર્યા હતા જો બંને ટીમો વચ્ચે ડ્રો થયો હતો તો પણ આગળના ખેલ માટે પ્રવેશ મેળવવો સહેલુ હતુ એવામા ફેયરપ્લેના ઉપયોગથી જાપાને બાજી પલ્ટાવી હતી અને સેનેગલને પાછળ છોડી કોલંબીયા સાથેની હરીફાઈ માટે દાવેદારી નોંધાવી હતી.
આ મેચમાં જાપાનની ઉમ્મીદો ખરી ઉતરી હતી. કોચના સતત પ્રયાસથી આકર્ષક રણનીતીની રચનાથી જાપાનની શરૂઆત ખૂબજ સારી રહી હતી ત્રણ મિનીટમાં જ જાપાને બે ગોલ કરવાની સારી તકો ગુમાવી હતી જયારે ૧૨મી મીનીટે જેન બેડનાર્કની ભૂલથી યોશિનોરીચુટોની પાસે બોલ આવ્યા છતા, તે તેનુંનિયંત્રણ કરી શકયો ન હતો સતત આકર્ષક પ્રદર્શનથી જાપાને આખરે જીત મેળવી હતી.