શહેરમાં 10 જુલાઈ સુધી થશે રીસર્વે: ધોરાજી રીસર્વેટીમને અપાય ખાસ તાલીમ
ધોરાજી તાલુકાના શહેરી વિસ્તારમાં તા.26 જૂનથી 10 જૂલાઇ સુધી “જંત્રી રીવીઝન સર્વે-2023″ની કામગીરીનો પ્રારંભ થશે. જયારે ધોરાજીના ગ્રામીણ વિસ્તારમાં “જંત્રી રીવીઝન સર્વે-2023″ની 100 ટકા કામગીરી પૂર્ણ થઇ છે.
જંત્રી રી-સર્વે અન્વયે શહેરી વિસ્તારમાં સર્વેની કામગીરી મોબાઇલ એપ્લીકેશનથી કરવાની હોય તે માટે ૂયબયડ્ઢ મારફત રાજયકક્ષાની તાલીમનું આયોજન સ્ટેમ્પ ડ્યૂટી વિભાગ દ્વારા કરવામાં આવ્યુ હતું, જેમાં ધોરાજી મામલતદાર એમ.જી.જાડેજા, ચીફ ઓફિસર જે.વી.મોઢવાડિયા તથા રી-સર્વે ટીમના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેનીય છે કે રાજ્ય સરકારની “જંત્રી રીવીઝન સર્વે-2023” ઝુંબેશ અન્વયે રાજકોટ જિલ્લામાં કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ મામલતદારશ્રીઓ દ્વારા નેશનલ તથા સ્ટેટ હાઈવે, નદી કિનારા, તાલુકા હેડ ક્વાર્ટર, પહાડી વિસ્તાર, ઉદ્યોગો/કોલેજ ધરાવતા ગામો વગેરેનાં ગામ-તાલુકા વાઈઝ ક્લસ્ટર બનાવી એક ટેક્નીકલ કર્મચારી અને સુપરવાઈઝર તરીકે નાયબ મામલતદાર/વિસ્તરણ અધિકારી મળી અંદાજિત 300 કર્મચારીઓની કુલ 95 ટીમો દ્વારા રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓનાં 546 ગામોમાં જંત્રી રીવીઝનની કામગીરી તા. 15 મે થી 29 મે સુધીમાં પૂર્ણ કરાઇ છે.