ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં જંત્રીના દરમાં બમણો વધારો કરવામાં આવ્યો હતો.જંત્રીના દરમાં વધારો થતા સામાન્ય નાગરિકોને હવે ઘર ખરીદવા માટે મુશ્કેલી સર્જાઈ શકે તેમ હતી કારણ કે, હવે દસ્તાવેજ માટે ડબલ રકમ ચૂકવવી પડશે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જંત્રીની જંજાળ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો તા. ૧૫/૦૪/૨૦૨૩થી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે. રાજ્યમાં તા. ૦૪/૦૨/૨૦૨૩ના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારા નો અમલ હાલ પૂરતો મોકૂફ રાખી આગામી તારીખ ૧૫/૦૪/૨૦૨૩ના રોજથી અમલી કરવામાં આવશે.

જંત્રીદરમાં ઓચિંતો વધારો રાજ્યમાં બાંધકામમાં મંદી નોતરશે તેવું બિલ્ડરો જણાવી રહ્યા હતા. સરકારે જંત્રી દરના ફેર વિચારણા ન કરતા બિલ્ડરો લડતના માર્ગે વળ્યા હતા ત્યારે જંત્રી દરનો નિર્ણય હાલ પુરતો મોકૂફ રખાતા બિલ્ડરોને રાહત મળી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.