રક્ષાબંધન (બળેવ)ના દિવસે બ્રાહ્મણો યજ્ઞોપવિત ધારણ કરે છે આપણા પૌરાણિક શાસ્ત્રોમાં પણ આ વિધિને બહુ જ મહત્વ અપાયું છે
૩ ઓગષ્ટે સોમવારે રક્ષાબંધન (બળેવ)નો તહેવાર આવે છે. આ દિવસે ભાઈ બેનનાં પવિત્ર ‘રક્ષા’ બંધને બંધાય છે, સાથોસાથ બ્રાહ્મણો જનોઈ બદલાવે છે. શાસ્ત્રોકત શ્લોક સાથે સૂર્યનારાયણની સામે વેદમાતા ગાયત્રીનાં મંત્રોચ્ચારે આ વિધી સંપન્ન થતી હોય છે.
રાજકોટમાં દર વર્ષે સમુહમાં યોજાતા આ કાર્યક્રમને પણ કોરોના મહામારીની અસર લાગી છે. આ વર્ષે ઓનલાઈન ‘મોબાઈલ’માં એપ્કેશનનાં માધ્યમે સૌને ઘેર બેઠા જોડીને ‘ઓનલાઈન’ જનોઈ બદલાવામાં આવશે.
સમસ્ત ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મહામંડળે પ્રમુખ પંકજ દવેની રાહબરીમાં આ વર્ષનાં આયોજનને આખરી ઓપ અપાય રહ્યો છે. આ કાર્યક્રમ ૯ થી ૧૦.૩૦ સવારે યોજવામાં આવેલ છે.