અધિક માસમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
કેશરી વાઘા, શંખ, ચક્ર, ગદા, પદ્મથી સુશોભીત દ્વારકાધીશના દર્શનાર્થી દ્વારા નંદ ઘેર આનંદ ભયો’ના નારા ગુંજયા
પુરૂષોતમ માસના અંતિમ ચરણોના દિવસોમાં કાળીયા ઠાકોરને ખુલ્લા પડદે સ્નાન અભિષેક કરાવવામાં આવ્યું હતુ. ત્યારબાદ શ્રીજીને શંખ, ચક્ર, ગદા પદ્મના વિશેષ શણગાર સાથે મુગટ તથા અલંકારો અને ખાસ કેસરી કલરના વસ્ત્રોના પરિધાન કરાવાયા હતા સાંજે ઉત્થાપન સમયે અન્નકુટ મનોરથ ધરાવવામાં આવ્યો હતો.
ગત રાત્રક્ષના બાર વાગ્યાના ટકોરો વૈદિક મંત્રોચ્ચાર અને વિવિધ રંગબેરંગી પુષ્પોની વર્ષા તથા નંદ ઘેર આનંદ ભર્યોના જયઘોષ સાથે પુજારી પરિવારના મનીષભાઈ વિગેરેએ ભગવાનનો જન્મોત્સવને વધાવશે ત્યારે વિશાળ ભીડ વચ્ચે ભાવિકો પણ ભાવવિભોર થઈને મનમૂકીને નાચી ઉઠ્યા હતા. રાત્રીના 12 થી 1 વાગ્યા સુધી દર્શનબાદ આજે ભગવાનના પારણાનોમ ના દર્શન પણ ભાવિકોએ કર્યા હતા.