૨૧ જુલાઈએ ટેન્ડર ખુલશે..

રાજકોટના પ્રખ્યાત લોકમેળા માટે સ્ટોલ અને પ્લોટના ફોર્મ વિતરણની કામગીરી શ‚ થઈ છે અને એક પછી એક તબકકે અલગ-અલગ કામો હાથ લેવામાં આવ્યા છે. લોકમેળા સમીટી રાજકોટ દ્વારા આયોજીત સાંસ્કૃતિક લોકમેળો તા.૧૩/૮ થી ૧૭/૮ સુધી રેસકોર્સ મેદાન ખાતે યોજાવાનો છે. તેમાં ચાર પ્રવેશદ્વાર તથા મેળાની અંદર ૨૦ લાઈટ અને સાઉન્ડના ટાવર તથા ૧૦ વોચ ટાવર આ ઉપરાંત સ્ક્રોલ જાહેરાત, વિઝયુઅલ જાહેરાત ઉપર જાહેરાતનું કામ સંભાળતા વ્યકિતઓ કે કંપનીઓ માટે આગામી સોમવારથી ટેન્ડર પ્રક્રિયા શ‚ કરવામાં આવશે. જેમાં રાજકોટ પ્રાંત જુની કલેકટર કચેરી ખાતેથી ટેન્ડર મેળવી અને ભાવો ભરી સીલ બંધ કવરમાં તા.૨૧/૭ સુધીમાં પહોંચાડવાના રહેશે. આ ટેન્ડર તા.૨૧/૭ના રોજ બપોરે ૪:૦૦ વાગ્યે ખોલવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.