૬ દિવસ બધુ જ કામકાજ બંધ; ૨૮મીથી રાબેતા મુજબ શરૂ
જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે જેને લઈને દરેક વેપાર ધંધા બંધ રહેશે ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પણ સાતમ આઠમની છ દિવસની રજા પાળવામાં આવશે. આગામી સાતમ આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને રાજકોટ માર્કેટીંગ યાર્ડ આગામી તા.૨૨ ઓગષ્ટથી તા.૨૭ ઓગષ્ટ સુધી સંપૂર્ણ બંધ રહેશે રજાના દિવસો દરમ્યાન યાર્ડનું સંપૂર્ણ કામકાજ બંધ રહેવા પામશે. જેની વેપારીઓ ખેડુતોએ નોંધ લેવી. રજા બાદ તા.૨૮ ઓગષ્ટથી રાબેતામુજબ રાજકોટ માર્કેટીંગ યાર્ડ શરૂ થશે. સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડોમં તા.૨૨ થી તા.૨૭ સુધીનું મીની વેકેશન રહેશે. રાજકોટ જૂનુ માર્કેટીંગ યાર્ડ તા.૨૩ થી તા.૨૬ ઓગષ્ટ સુધી બંધ રહેશે તથા શાકભાજી વિભાગમાં શાકભાજીની હરરાજી વેચાણ બંધ રહેશે.