શ્રાવણ મહિને એટલે હિન્દુઓના મોટામા મોટો તહેવારનો મહિનો…
જન્માષ્ટમી પૂજામાં પ્રસાદનું મહત્વ ખૂબ આગવુ હોય છે જેથી આજે તમને ભગવાનને ચડાવવા માટે પંજરી તથા પંચામૃત બનાવવાની સાચી રીત જણાવીશું. જે આ પ્રમાણે છે.
પંચામૃત : પંચામૃત એટલે પાંચ અમૃતનો સમૂહ…..
- સામાગ્રી :
- – એક કપ દૂધ
- – અડધો કપ દહીં.
- – ૧ મોટી ચમચી મધ
- – ૧ ચમચી ખાંડ
- – ૧ નાના ચમચી ઘી
- – ગંગાજળ
- – તુલસીજળ
રીત :
સૌ પ્રથમ દૂધને એક વાસણમાં નાખી તેમા દહી, મધ, ઘી, ખાંડ અને ગંગાજળ બરાબર મિક્સ કરીને હલાવો. તેમજ તેમા તુલશીદળ ઉમેરવાનું ન ભૂલતા.
– આ પંચામૃતનો ઉપયોગ ભગવાનને સ્નાન કરાવવામાં થાય છે. અને ત્યાર પછી ભક્તો તેનો પ્રસાદ લે છે.
પંજરીની સામાગ્રી :
- – ૧૦૦ ગ્રામ સુકા ઘાણાનો પાવડર
- – ૫૦ ગ્રામ વાટેલા સુકો મેેવો
- – ૧૦૦ ગ્રામ કોપરાનું છીણ
- – ૫૦ ગ્રામ દળેલી ખાંડ
- – ૪-૫ વાટેલી ઇલાયચી
રીત :
સૌ પ્રથમ સુકો મેવોને ઘીમા તાપા પર શેકો ત્યાર બાદ તેમા ધાણાનો પાવડર ઉમેરી બે થી પાંચ મિનિટ બરાબર શેકી લો. આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં કોપરાનું છીણ અને દળેલી ખાંડ નાખીને મિક્સ કરી લો. ત્યાર બાદ આ મિશ્રણમા વાટેલી ઇલાયચી અને સુકા મેવાની કતરણ નાખીને મિક્સ કરવુ તો તૈયાર છે તમારા પંજરી પ્રસાદ