શહેરમાં ધર્મમય માહોલ, તહેવારનો ઉત્સાહ ઘર ઘર પહોંચાડવા વિહિપ કાર્યકરો સતત પ્રવૃત્તી શીલ
રાજકોટમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી પૂર્વ માહોલ ઉભો કરવા વિહીપ દ્વારા અનેક વિવિધ આયોજન કરાયું છે. ‘અબતક’ ની મુલાકાતે આવેલા વિહીપ ના આયોજક સુક્ષીલભાઇ પાંભર, રમેશભાઇ લીંબાસીયા, યોગેશભાઇ ચોટલીયા, વિમલભાઇ લીંબાસીયા, મયુરભાઇ મકવાણા, ઘ્વનીતભાઇ સરવૈયા, હર્ષિતભાઇ ભાડજા, હેનીલભાઇ પરમાર, હર્ષભાઇ એ કાર્યકમની વિગતો આપતા જણાવેલ કે, છેલ્લા 3પ વર્ષથી અવિરતપણે જન્માષ્ટમી મહોત્સવ સમીતી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના અવતરણ દિવસને વધાવવા માટે જન્માષ્ટમી પૂર્વે અનેક કાર્યક્રમો વિ.હિ.પ. દ્વારા ધર્મમય માહોલ સર્જવામાં આવે છે. વિ.હિ.પ. ‘હમ સબ હિન્દુ એક હૈ’ ના નારાને ચરીતાર્થ કરવા આગળ વધી રહ્યું છે.
તા. 13 ના રોજ સાંજે 7.30 કલાકે બી.એ.પી. એસ. મંદિર કાલાવડ રોડ ખાતે સૂત્ર સ્પર્ધાના વિજેતાઓનો કાર્યક્રમ પસંદગી પામેલ સૂત્રને ઇનામોથી પણ નવાજવામાં આવે છે. આ વર્ષથી સૂત્ર સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકોન આ દિવસે ઇનામ વિતરણ કરવામાં આવશે.
સેવાકીય પ્રવૃતિ કરતા ગ્રુપના પ્રતિનિધિઓ તથા કાર્યકરોનો બહોળી સંખ્યામાં માર્ગદર્શન બેઠક પણ મળશે. જેમાં સંતો, મહંતોના આશીવચન સાથે વિહીપ ના અગ્રણીઓ દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે. આ કાર્યક્રમ બાદ તમામ લોકો માટે તાવા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા.14 ના રોજ રાત્રે 8 કલાકે જીલ્લા પંચાયત ચોક, અકિલા ચોકથી બજરંગદળના યુવાનો દ્વારા એક મસાલા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જીલ્લા પંચાયત ચોકથી રેસકોસ રીંગ રોડ ફરતે આ મસાલ યાત્રા નીકળશે. જેમાં બજરંગદળના યુવાનો બેજ, કેસરી ખેસ સાથે ત્રીશુલ ધારણ કરીને મોટી સંખ્યામાં જોડાશે.
તા.1પના રોજ હેમુગઢવી હોલ ખાત 36 કલાકારોના વૃંદ દ્વારા ભજવાતો એક અદભુત અલગ પ્રકારનો કાર્યક્રમ શ્રીકૃષ્ણ ભકિત, દેશ ભકિત વિષય ઉપર યોજવામાં આવશે. આર.ડી. ગ્રુપના પરેશભાઇ પોપટના ક્ધસેપ્ટથી આયોજીત આ કાર્યક્રમમાં શુભલક્ષ્મી ક્રેડીટ સોસાયટી, શુભમ એન્ટરપ્રાઇઝ, રાજદિપસિંહ જાડેજા (રાજાભાઇ વાવડી) તીર્થરાજસિંહ ગોહીલ (ત્રાપજ) નો સહયોગ પ્રાપ્ત થયો છે.
આ કાર્યક્રમમાં વહેલા ત પહેલાના ધોરણે નિ:શુલ્ક પ્રવેશ મળી શકશે.
જન્માષ્ટમી શોભાયાત્રામાં નગરજનોને જોડાવાના આમંત્રણ રુપે તા. 16 ના રોજ રથયાત્રા આમંત્રણ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં બાઇક તથા કાર દ્વારા સાંજે પ કલાકે મવડી ચોકડીત્યાંથી શરુ કરીને પૂર્ણાહુતિ સુધીના સમગ્ર રૂટ ઉપર આ રેલી નીકળશે.
વિહિપના કાર્યક્રમોમાં ઉમટી પડવા મહંત નરેન્દ્રબાપુનું અહવાન
વિ.હિ.પ. દ્વારા જન્માષ્ટમી મહોત્સવ સમીતીના નેજા હેઠળ ભવ્ય ઉજવણીની તૈયારીઓ તેના આખરી ઓપ ઉપર છે. તે અંતર્ગત આખા રાજકોટમાં અનેકવિધ કાર્યક્રમોની હારમાળ શરુ થઇ ચુકી છે. આ તકે જન્માષ્ટમી-ર0રર ની રથયાત્રામાં ધર્માઘ્યક્ષ તરીકે વરણી થતા આપા ગીગા ઓટલાના મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુએ સમગ્ર રાજકોટ તથા આસપાસના સેન્ટરોના દરેક હિન્દુ પ્રેમી તથા જાહેર જનતાને સમીતી દ્વારા આયોજીત અનેકવિધ કાર્યક્રમોમાં ઉમટી પડવા હાકલ કરી છે.