સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઈને લેવાયો નિર્ણય
સતત બીજા વર્ષે લોકો મેળાની મોજ નહિં માણી શકે
કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ધાર્મિક ગતિવિધીઓને ગ્રહણ લાગી ગયું છે, જ્યારે આ વર્ષે પણ સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઇને લોકોની ભીડ એકઠી ન થાય તે જરૂરી છે. જ્યારે રાજ્યમાં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મોટા ભાગના શહેરોમાં લોક મેળો યોજાતા હોય છે અને લોકોની જનમેદની ઉમટી જોવા મળે છે.
ત્યારે આ વખતે પણ જામનગરમાં શ્રાવણી લોકમેળો નહીં યોજાય તેવો નિર્ણય સ્ટેન્ડીંગ કમિટીમાં લેવાયો છે. શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતી નદીના પટમાં યોજાતા શ્રાવણી મેળામાં શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ મેળાની રંગત માણવા આવે છે.
ત્યારે સતત બીજા વર્ષે શ્રાવણી મેળો રદ થતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો મેળાની મોજ માણી શકશે નહીં જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીએ શ્રાવણી મેળાનો રદ થવાનો નિર્ણય લીધો ત્યારે હાલ પરિસ્થિતિ જોતા કોરોના મહામારી અને તકેદારી પગલે પણ આ વર્ષે લોકમેળો રદ કરવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારિયાએ જણાવ્યું હતું.