ગામેગામ શ્રી કૃષ્ણ જન્મના હર્ષભેર વધામણા: શોભાયાત્રા અને મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા
સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા. ઉપરાંત ઠેર ઠેર મટકી ફોડ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.
શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમીનો પાવન પર્વ. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ધરતી પર જન્મ લિધો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા માટે હજારો વર્ષોથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. મોરબીમાં પણ જન્માષ્ટમી પર્વ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો.
જન્માષ્ટમીના પર્વને લઈને શહેરમાં અનેક જગ્યાએ રોશનીનો ઝગમગાટ ઉભો કરવામાં આવ્યો હતો. શહેરના નહેરુનગર ગેટ અને ગ્રીનચોકને અલભ્ય શણગારથી સજાવવામાં આવ્યા હતા. લોકોએ આ નજારો મન ભરીને માણ્યો હતો.
આ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી. શોભાયાત્રામાં પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે ઠેર ઠેર મટકી ફોડ સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને ધર્મલાભ લીધો હતો.
જન્માષ્ટમીના પર્વે મોરબી જાણે શ્રીકૃષ્ણમય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. જન્માષ્ટમીએ રાત્રે ૧૨ કલાકે શ્રી કૃષ્ણ મંદિરો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મના ભાવભેર વધામણા કરવામાં આવ્યા હતા.
ખીરસરા
ખીરસરામાં જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી રામજી મંદિરથી ખીરેશ્વર મહાદેવ ઘંટલેશ્વર મહાદેવ સ્વામીનારાયણ મંદિર તેમજ ખીરસરા ગામની શેરીગલ્લીઓમાં અવનવા સુશોભન ફલોટ બનાવી થઈ હતી ઢોલ નગારાના તાલે રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ અને નંદલાલાની નગરચર્ચા કરવામાં આવેલ રામજીમંદિર ચોકમાં મટકીફોડ કાર્યક્રમ તેમજ રાત્રે કૃષ્ણ જન્મોત્સવની મહાઆરતી કરવામાં આવેલ અને ખીરસરા ગામના ભકતોજનો કૃષ્ણમય બની જન્માષ્ટમીની ઉજવણી કરેલ હતી
ઉનામાં જન્માષ્ટમી ભવ્ય રીતે ઉજવણી થઈ હતી શોભાયાત્રા મુખ્ય બજારમાં ફરી સોની બજાર, મેઈન બજાર, આનંદબજાર થઈ રામજી મંદિરે પરત થઈ હતી ઉપરાંત મટકીફોટ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા.
રાજુલા
રાજૂલામાં કાન્હાના જન્મની ઉજવણીખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજુલા જન્માષ્ટમી ઉત્સવ કમીટી દ્વારા ભવ્ય રથયાત્રા પણ કાઢવામાં આવેલ હતી આ રથયાત્રા બીએપીએસ સ્વામી નારાયણ મંદિરેથી સવારે ૯ કલાકે પ્રસ્થાન કરીને યાદવ ચોક, સાઈબાબા મંદિર, હવેલી ચોક પોલીસ સ્ટેશન ચોક હોસ્પિટલ ચોક થઈને ગાયત્રી મંદિરે પૂર્ણ કરવામાં આવી આ રથયાત્રામાં ઠેર ઠેર મટકીઓ બાંધવામાં આવેલ હતી અને મટકી ફોડવામાં આવેલ હતીતેમજ ઠેર ઠેર ફલોટસ અને વેશભુષાઓ કરવામાંઆવેલ હતા.
વાવેરારાજૂલાના વાવેરા ગામે જન્માષ્ટમીના પવિત્ર દિવસે મટકી ઉત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી. તેમજ વાવેરાના હકુભાઈ ધાંખડા દ્વારાગામ ખૂબજ કલાત્મક પ્રવેશ દ્વારા ઉપર શ્યામનીમૂર્તિ સ્થાપીત કરવામાં આવેલ હતી અને ‘શ્યામ દ્વાર’ નામકરણ કરવામાં આવેલ હતુ આ ભગવાન શ્યમાની મૂર્તિની સ્થાપના પહેલા સમગ્ર વાવેરા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયેલ હતા.
દ્વારકા
શ્રાવણ માસના મુખ્ય તહેવારો સાતમ આંમ નૌમના દ્વારકાના પુરાણ પ્રસિધ્ધ ભગવાન શ્રી કૃષ્ણ કાળના શિવાલય સિધ્ધનાથ મહાદેવ મંદિરે દર વર્ષની જેમ ત્રિદિવસીય ઉત્સવ દર્શન મનોરથનું ભવ્ય આયોજન કરાયું હતુ.
માણાવદર
માણાવદર ના બાવાવાડી વિસ્તારમાં આવેલ બ્લુબેલ સ્કૂલમાં જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે નાના નાના બાળકો તૈયાર થય ને સ્કુલે પહોંચી ગયા હતા અને જન્માષ્ટમી ની ઉજવણીમાં ભાગ લીધો હતો અને બાળકો એ મેળાનો આનંદ માણ્યો હતો નવી નવી રાઇડર્સ માં બેસીને મોજ કરી હતી
ભાલકા તીર્થકૃષ્ણ ભગવાનની સ્વધામ ગમનની લીલાના પ્રસંગ સાક્ષી એવા ભાલકા તીર્થમાં યોજાયો ઉત્સાહભેર શ્રી કૃષ્ણ જન્મોત્સવ.. આ પ્રસંગે ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરી ભાલકા તીર્થ ખાતે ઉપસ્થીત રહ્યા હતા.શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી નું આયોજન કરવામાં આવેલ જેમાં કૃષ્ણજન્મોત્સવ પૂજા વેજાણંદભાઇ વાળા પરિવાર દ્વારા કરવામાં આવેલ. આહિરસમાજ દ્વારા કાનગોપી કાર્યક્રમનો લાહ્વો લઇ ભક્તો ધન્ય થયા હતા. મટકીફોડ કૃષ્ણજન્મ આરતી સહીત પ્રસંગો માં ભક્તો લીન થયા હતા.
દામનગરદામનગર શહેર માં ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ ઉજવતા વિવિધ મંદિરો પૃષ્ટિય માર્ગીય હવેલી માં સમસ્ત વૈષ્ણવો દ્વારા હિંડોળા દર્શન કેક રાસોત્સવ સુંદર સુશોભન સાથે દ્વારકેશ મિત્ર મંડળ દ્વારા ભવ્ય જન્માષ્ટમી ઉજવાય દામનગર બી એ પી એસ સ્વામી નારાયણ મંદિર ખાતે બી એ પી એસ મંદિર માં ભવ્ય હિંડોળા દર્શન પંજરી પ્રસાદ સાથે શહેર ભર માં થી મોટી સંખ્યા માં સત્સંગી ઓ એ કેક કાપી ભગવાન શ્રી કૃષ્ણ નો બર્થ ડે ઉજવ્યો શહેર ના સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે શહેર ભર ના યુવાનો દ્વારા મટકી ઉત્સવ રાસોત્સવ હિંડોળા દર્શન નું અનેરું આકર્ષણ .