દ્વારકા યાત્રાધામના જયપ્રસિઘ્ધ દ્વારકાધીશ મંદીરમાં આગામી તા. ૩-૪ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ ઠાકોરજીનો જન્મોત્સવ તથા પારણા નોમ મહોત્સવની ઉજવણી અનુસંધાને શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર કરાયો હોવાનું જગત મંદીરના વહીવટદારોએ જણાવાયું છે.
તા. ૩ ને સોમવાર (જન્માષ્ટમી) ના રોજ સવારે શ્રીજીની મંગલા આરતી, ૬ કલાકે, મંગલા દર્શન ૬ થી ૮, શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન તથા અભિષેક દર્શન ૮ કલાકથી, શ્રીજીના સ્નાન ભોગ ૧૦ કલાકે, શ્રીજીના શૃંગાર ભોગ ૧૦.૩૦ કલાકે, શ્રીજીની શૃંગાર આરતી ૧૧ કલાકે, શ્રીજીનો ગ્વાલ ભોગ ૧૧.૧૫ કલાકે, શ્રીજીનો રાજભોગ ૧૨.૦૦ કલાકે તથા અનોસર (બંધ) (બપોરે) ૧ થી પ સુધી રહેશે. સાંજના દર્શન ક્રમમાં ઉત્થાપન દર્શન ૫.૦૦ કલાકે, ઉત્થાપન ભોગ ૫.૩૦ થી ૫.૪૫, સંઘ્યા ભોગ ૭.૧૫ થી ૭.૩૦ કલાકે, સંઘ્યા આરતી ૭.૩૦ કલાકે, શયત ભોગ ૮ થી ૮.૧૦ કલાકે, શયન આરતી ૮.૩૦ કલાકે, શયન અનોસર (બંધ) ૯.૦૦ કલાકે રહેશે.
શ્રીજીના જન્મોષ્ટમ દર્શન સમય (રાત્રે) જન્માષ્ટમી મહોત્સવની આરતી દર્શન ૧૨.૦૦ કલાકે અનોસર (દર્શન બંધ) ૨.૩૦ કલાકે થશે.પારણા નોમના રોજ ઠાકોરજીના દર્શનનો ક્રમમાં તા. ૪ ને મંગળવાર (નોમ) ના સવારનો ક્રમમાં અનોસર (બંધ) ૧૦.૩૦ કલાકે થશે.
સાંજના ક્રમમમાં શ્રીજીના પારણા ઉત્સવ દર્શન ૭.૦૦ કલાકે, ઉત્થાપન દર્શન ૫.૦૦ કલાકે, નિત્યક્રમ મુજબ દર્શન ૫.૦૦ થી ૬.૦૦ દર્શન બંધ, શ્રીજીની અભિષેક પૂજા (બંધ પડદે) ૬.૦૦ થી ૭.૦૦ કલાકે, શ્રીજીના દર્શન ૭ થી ૭.૩૦, સંઘ્યા આરતી ૭.૩૦ કલાકે શયન ભોગ ૮.૧૦ કલાકે, શયન આરતી ૮.૩૦ કલાકે, શયન અનોસર (બંધ) ૯.૩૦ કલાકે થનાર હોવાનું વહીવટદારશ્રીની યાદીમાં જણાવાયું છે.