૨૨ યુગલોએ યજ્ઞમાં ભાગ લીધો: વિશ્ર્વ શાંતિ સાથે લોક કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરાઈ
રાજકોટ આત્મિય કોલેજ ખાતે વિશાલ હરિદર્શનમ પ્રાર્થના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર પ્રવાશે આવેલા પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ રાજકોટ પધાર્યા છે. જેમના વરદ હસ્તે ઠાકોરજીની પ્રતિષ્ઠા કરવામાં આવશે જેમાં બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ અંતર્ગત જનમંગલ શાંતિયજ્ઞ કરવામાં આવ્યો હતો. આત્મિય કોલેજ ખાતે હરિપ્રસાદ સ્વામીજીને વધાવા માટે નાના બાળકોથી લઈ બધામાં અનેરો ઉત્સાહ જોવા મી રહ્યો હતો. આજરોજ શાંતિયજ્ઞમાં ૨૨ યુગલોને બેસાડવામાં આવ્યા હતા.
યોગીધામ વિદ્યાસંકુલની અંદર શાંતી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ૨૨ યુંગલો જે બેસાડવામાં આવ્યા હતા.
શિક્ષણ સંકુલની અંદર પ્રાર્થના હોલનું નિર્માણ થાય અને એમનો એકજ ઉદેશ છે અહીનું વિદ્યાસંકુલની અંદર જે વિદ્યાર્થીઓ વિદ્યાઅભ્યાસ કરી રહ્યા છે. એમને શિક્ષણ સારી રીતે પ્રદાન થાય છે. પરંતુ સાથે સાથે સંસ્કાર પણ એમના જીવનની અંદર જળવાયેલા રહે એ માટે પ્રાર્થના હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ યજ્ઞનો મુખ્ય ઉદેશ વિશ્ર્વમાં અંદર શાંતી, સુખ અને ભકિત ભાઈચારો વધે અને એમની વૃધ્ધિ થાય તેમજ યુવાન શિક્ષણની સાથે સત્સંગ પ્રાપ્ત કરે સારા સંસ્કાર પ્રાપ્ત કરે એ માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે સ્વામીજીની ભાવના છે કે આ યજ્ઞની સાથે સાથે આપના સૌનું એક મંદિર બને એ ભાવનાની સાથે આ યજ્ઞ યોજાયો હતો. જનમંગલ શાંતિયજ્ઞ દ્વારા એક સંદેશો સ્વામીજી આપી રહે છે કોઈ આત્મીય બને કે ના બને પણ મારે આત્મીય બનવું છે. તો આત્મીયતાના માર્ગે ચાલી આપણે આપણુ મંદિર બનાવીએ અને આપણે આપણા ઘરને પણ મંદિર બનાવી એ આ યજ્ઞમાં ૨૨ યુગલો યજ્ઞમાં બેસીને યજ્ઞના નારાયણને આહુતી આપી રહ્યા છે. વિશ્ર્વશાંતી માટેની મંગલ કાર્ય કરી રહ્યા છે.