સિધ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદઘાટન રેલી બાદ સરકારની નીતિને લઈ ડે. કલેકટરને આવેદનપત્ર અપાયું
૨૦૧૯ની લોકસભાની ચુંટણી આવતા હવે દેશોઆ મુખ્ય બંન્ને પક્ષે પોતાની તૈયારી તેજ કરી દીધી છે. રાજકારણમા કોઇપણ ગતિવીધી બાદ બંન્ને પક્ષ એક બીજા પર વળતો પ્રહાર કરવાનુ પણ ચુકતા નથી તેવામા હાલમા જ કોગ્રેસમાથી રાજીનામુ આપેલા ઉંઝાના ધારાસભ્યના પ્રકરણને લઇને હવે કોગ્રેસ પક્ષ બેબાકળી થઇ ચુકી છે ત્યારે લોકચચાઁ પ્રમાણે નાની સિચાઇ તળાવ કૌભાંડમા છેલ્લા ચારેક મહિનાથી જેલવાસો ભોગવી રહેલા ધ્રાગધ્રા-હળવદના ધારાસભ્ય પણ ટુંક સમયમા ભાજપમા જોડાશે તેવી અટકળોને લઇને ધ્રાગધ્રા કોગ્રેસને સક્રિય કરવા હવે તમામ પ્રયત્નો હાથ ધરાય છે ત્યારે આજે ધ્રાગધ્રા કોગ્રેસ દ્વારા સરકારની નિતીને લઇને જન આક્રોસ રેલીનુ આયોજન કરાયુ હતુ જેમા સરકાર દ્વારા ખેડુતોને પાણી પુરુ નહિ પાડવા, પાક વિમો નહિ મળવો, વધતી જતી મોંઘવારી તથા બેરોજગાર યુવાનોની સંખ્યામા થતો વધારો થવાના મુદ્દાઓને લઇને આ રેલીનુ આયોજન કરાયુ હતુ. ધ્રાગધ્રા કોગ્રેસ દ્વારા જન આક્રોસ રેલીમા સિધ્ધાથઁ પટેલની ખાસ હાજરી નજરે પડી હતી.
સિધ્ધાથઁ પટેલની હાજરીમા યોજાનાર રેલીનો પ્રારંભ કરી શહેરના મુખ્ય માગઁ પર રેલી નિકળી બાદમા હળવદ રોડ સ્થિત કોગ્રેસ કાયાઁલયનુ ઉદ્ઘાટન હાથ ધરાયુ હતુ સીધ્ધાથઁ પટેલ દ્વારા કાયાઁલયના ઉદ્ઘાટન બાદ ડે.કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યુ હતુ.
વષોઁ બાદ ધ્રાગધ્રા કોગ્રેસની મહા રેલીમા મુખ્ય મહેમાન તરીકે સિધ્ધાથઁ પટેલ, જીલ્લા પંચાયતના પુવઁ પ્રમુખ ચેતનભાઇ ખાચર, સુધરાઇસભ્ય કુળદિપસિંહ ઝાલા, તાલુકા પ્રમુખ દિપકભાઇ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.