જેતપુર સાડી ઉધોગ જેટલો પ્રખ્યાત છે તેટલો જ બીજી બાજુ પ્રદુષણને લઈ કુખ્યાત સાબીત થઈ રહ્યો છે. સાડી ઉધોગના પ્રદુષણ પાણી અને કેમીકલે ભાદર નદીને ભારતની બીજા નંબરની પ્રદુષિત નદી બનાવી દીધી છે જેના કારણે હજારો વીઘા જમીન પણ બંજર બની છે ત્યારે ખેડૂતો દ્વારા આવા પ્રદુષણ માફિયાઓના દૂધના ટેન્કરની આડમાં ચાલતા પ્રદુષણના ટેન્કર અને ફેકટરી પર જનતા રેડ કરતા મામલો ગરમાયો હતો અને અડધી રાત્રે ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા.
ભાદર નદીમાં પ્રદુષિત પાણી-કેમીકલ ઠાલવવા આવેલા ટેન્કરને ખેડુતોએ પકડ્યું
ટેન્કરના ડ્રાયવરને મેથી પાક ચખાડયો, પોલીસ અને ખેડુતો વચ્ચે ઘર્ષણ
જેતપુરના પ્રેમગઢ અને કેરાળી ગામથી પસાર થતી ભાદર નદીમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદુષણ માફિયાઓ દ્વારા પ્રદુષિત પાણી ચોમાસા સમયે છોડી દેવામાં આવતું હતું પરતું ખેડૂતો દ્વારા 10 વર્ષથી આ પ્રદુષણ માફિયાઓને પકડવાની કોશિષ કરી રહ્યા હતા ત્યારે આખરે 10 વર્ષે ખેડૂતોએ ભાદર નદીમાં પ્રદુષિત પાણી ઠાલવતા દૂધના ટેન્કરોની આડમાં પ્રદૂષિત પાણી અને કેમીકલ ઠાલવવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો છે અને ખેડૂતો દ્વારા રંગે હાથે ટેન્કર ઝડપી પાડતા મામલો બીચકયો હતો અને આજુ બાજુના ગામના 1 હજાર જેટલા ખેડૂતો એકઠા થઇ ગયા હતાં.
પ્રેમગઢ પાસે આવેલ રિલાયેબલ બાયોકોલ્સ નામની ફેકટરી આવેલ છે જે ભાદર નદીના કિનારે છે અને અહીં થી પ્રદુષણ પાણી ભાદર નદીમાં છોડવાનો વેપલો ચાલતો હતો જેમાં આ ફેકટરીમાં અન્ડર ગ્રાઉન્ડ ગટર બનાવવામાં આવી છે અને જેમાંથી જેતપુર સાડી ઉધોગના અનેક કારખાનાઓના પ્રદુષિત પાણીના ટેન્કરો અહીંથી સીધા ભાદર નદીમાં છોડવામાં આવતા હોવાની શંકા સાથે ખેડૂતોએ જનતા રેડ કરી હતી અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરતા ફેકટરી સંચાલકો અને મજૂરો ફેકટરી છોડી ભાગી ગયા હતા.
ચોમાસા સમયે દર વર્ષે ફેકટરી પાસે આવેલ ભાદર નદીમાં સફેદ ફીણની ચાદર છવાઈ જતી હોય તેવા દ્રશ્યો જોવા મળતા હતા પરંતુ આ કેમિકલ ભાદર નદીમાં ભળવાથી આ પ્રકારની ઘટનાઓ જોવા મળતી ખેડૂતો દ્વારા પકડવામાં આવેલ ટેન્કરમાં એટલું પ્રદુષિત પાણી હતું કે જે નદીમાં રહેલા લાખો જીવોની જિંદગી છીનવી લે છે અને ખેડૂતો ની જમીન બંજર કરે છે .
ટેન્કર સાથે ઝડપાયેલા ડ્રાઇવર ટેન્કર લઈ ભાગવાનો પ્રયાસ કરતા ટોળાએ ડ્રાઇવર ને પણ મેથીપાક ચખાડ્યો હતો તેમજ ખેડૂતોને પોલીસ સાથે પણ ઘર્ષણ સર્જાયું હતુઁ
જેતપુરના પ્રેમગઢ,લુણાગરા,કેરાળી સહિત 10 ગામના ખેડૂતોની હજારો વીઘા જમીન આ પ્રદૂષિત પાણી ન કારણે બંજર બની ચુકી છે ત્યારે ખેડૂતોના ટોળા ને ટોળા અડધી રાત્રે ફેકટરી પર ઉમટી પડતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે કાફલો ફેકટરી પર પોંહચ્યો હતો અને સાથે પોલ્યુશન બોર્ડની ટિમ દ્વારા ટેન્કરમાંથી પાણી ન સેમ્પલ લઈ કાર્યવાહી કરી હતી ખેડૂતો દ્વારા આ ફેકટરી અનેં માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ આવા પ્રદુષણ માફિયાઓને ડામવામાં આવે નહીં તો આગામી દિવસોમાં રેલી કાઢી ઉપવાસ ની ચીમકી ઉચ્ચારી હતી.
તેમજ હાલ જેતપુર ના ઘણા સોફર,પ્રોસેસ હાઉસ અને ધોલાઈ ઘાટ નું પાઈપ લાઈન દ્વારા પ્રદૂષિત પાણી બેફામ ભાદર નદી માં છોડવા માં આવે છે ભાદર નદી ને પ્રદૂષણ મુક્ત કરવા માટે પોલ્યુંશન બોર્ડ ના અધિકારીઓ નિષ્ફળ રહ્યા છે તેમજ ખેડૂતો એ આક્રોશ સાથે જણાવ્યું હતું કે. આ એક પ્રદૂષિત પાણી ના ટેન્કર થી ભાદર નદી પ્રદૂષિત થતી નથી પરંતુ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસો. તેમજ સોફર,પ્રોસેસ હાઉસ અને ધોલાઈ ઘાટ જે ગેરકાયદેસર પાઈપ લાઈનો દ્વારા તેમજ હોકળા ઓ માં ખુલ્લું મુકાતું પ્રદૂષિત પાણી જે ભાદર નદી માં નાખવા માં આવતું હોવાથી ભાદર નદી બેફામ પ્રદૂષિત બની રહી છે હાલ હાઈ કોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ અને એન.જી.ટી. ના તમામ પ્રયાસો છતાં ભાદર નદી પ્રદૂષણ મુક્ત થઈ નથી હાલ ની પરિસ્થિતિ જોતા ભારત ની પ્રથમ ક્રમે પ્રદૂષણ માં આવી રહી છે તેવું લાગી રહ્યું છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે .