રૈયા ચોકડી, કેકેવી સર્કલ અને ઉમિયા ચોકડી ખાતે જન આશિર્વાદ યાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની જન આશિર્વાદ યાત્રા, ગઇકાલે યોજાયા બાદ આજે રાજકોટમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની જન આશિર્વાદ યાત્રા યોજાઇ હતી. આ યાત્રા દરમિયાન જનતા જનાર્દને મંત્રી રૂપાલા ઉપર આશિર્વાદ વરસાવ્યા હતા. ઠેર-ઠેર તેઓનું ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું હતું. રૈયા ચોકડી, કેકેવી સર્કલ અને ઉમિયા ચોકડી ખાતે આ યાત્રાનું ભાજપના કાર્યકર્તા સહિતના દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.
શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષ્ાતામાં અને શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાના ઉપપ્રમુખ રાજુભાઈ અઘેરાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. આ બેઠકમાં શહેર ભાજપના હોદેદારો, વોર્ડપ્રમુખ, મહામંત્રી, પ્રભારીઓ ઉપસ્થિત રહયા હતા. આ બેઠકમાં માર્ગદર્શન આપતા કમલેશ મિરાણીએ જણાવેલ કે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ‘જન આશિર્વાદ યાત્રા’ નું રાજકોટ મહાનગર ખાતે ભવ્ય સન્માન થયા બાદ આજે રાજકોટ મહાનગર આજેે બપોરે 3:00 કલાકે માધાપર ચોકડીથી કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાની જન આશિર્વાદ યાત્રાનો પ્રારંભ થશે.
ત્યારે વિવિધ રૂટ પર યાત્રાનું ફુલોની પાંખડીથી સ્વાગત કરાશે, ડીજે, દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજશે તેમજ બાળાઓ દ્વારા રાસની રમઝટ મચાવાશે, સંતો-મહંતો આર્શિવચન પાઠવશે તેમજ વિવિધ કલાકારો પોતાની કલા પીરસશે. વધુમાં તેઓએ જણાવેલ કે જન આશિર્વાદ યાત્રાના માધ્યમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન-જન ના આશિર્વાદ પ્રાપ્ત થાય અને નરેન્દ્રભાઈ મોદીનું ભારતને વિશ્ર્વગુરૂ બનાવવાનું સપનુ સાકાર થાય એ માટે પ્રાર્થના કરાશે ત્યારે માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી આ જન આશિર્વાદ યાત્રા પસાર થશે અને વિવિધ વોર્ડના કાર્યર્ક્તાઓ ઉપસ્થિત રહેશે, જેમાં રૈયા ચોકડી ખાતે વોર્ડ-1,ર અને 9, કેકેવી સર્કલ ખાતે વોર્ડં-3, 8 અને 10, ઉમીયા ચોકડી ખાતે વોર્ડ-11,1ર અને 13 ના અગ્રણીઓ ઉપસ્થિત રહી સ્વાગતની જવાબદારી સંભાળશે, આ બેઠકનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડે ર્ક્યુ હતું.
‘જન આશિર્વાદ યાત્રા’માં શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ ઉમટી પડયા: મિરાણી, કાનગડ
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડે આજે રાજકોટ મહાનગર ખાતે આજે બપોરે 3:00 કલાકે માધાપર ચોકડીથી કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાની ‘જન આશિર્વાદ યાત્રા’ના અવસરે શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ તેમજ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના કાર્યર્ક્તાઓને બહોળી સંખ્યામાં ઉમટી પડવા હાકલ કરતા જણાવેલ કે જન આશિર્વાદ યાત્રાના માધ્યમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન-જન ના આશિર્વાદ પ્રાપ્ત થાય અને નરેન્દ્રભાઈ મોદીનું ભારતને વિશ્ર્વગુરૂ બનાવવાનું સપનુ સાકાર થાય એ જન-જન નું સમર્થન મળી રહ્યું છે ત્યારે માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી આ જન આશિર્વાદ યાત્રાના વિવિધ રૂટો રૈયા ચોકડી, કેકેવી સર્કલ અને ઉમીયા ચોકડી ખાતે કાર્યર્ક્તાઓ શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ તેમજ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના કાર્યર્ક્તાઓને બહોળી સંખ્યામાં ઉમટી પડવા હાકલ કરી હતી. જેને વધાવીને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડયા હતા.