ભારતની એકતા અને અખંડિતતાને બચાવવા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ ઐતિહાસિક નિર્ણાયકની ભૂમિકા ભજવી પોતાનાં પ્રાણની આહુતિ આપી હતી
દેશની એકતા અખંડિતતા ના શિલ્પી, જનસંઘ-ભાજપના સ્થાપક અને કલમ ૩૭૦ના પ્રખર વિરોધી ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની ૬૭મી પુણ્યતિથિ નિમિત્તે ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે તેમને શબ્દાંજલી આપતા જણાવ્યું હતું કે, શ્યામાપ્રસાદ મુખર્જી ૬ જુલાઈ ૧૯૦૧માં જનમ્યા હતા. કાશ્મીર બચાવો આંદોલન કરતા શ્રીનગર માં પ.નહેરુ-શેખ અબ્દુલ્લા ના ષડયંત્ર નો ભોગ બની ૨૩ જૂન ૧૯૫૩માં શહીદી પામ્યા હતા. તેઓ એક પ્રખર દેશભક્ત અને સંસદીય પ્રણાલિકા ના વિદ્વાન,મહાન શિક્ષણશાસ્ત્રી એવા રાષ્ટ્ર્વાદી મહાપુરુષ હતા. તેમણે ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. આજે આ અભિજાત ભક્તના બલિદાન દિવસે તેમને કોટી કોટી વંદન. તેમણે ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાના જીવનનુ બલિદાન આપ્યું હતું. શ્યામાપ્રસાદ મુખર્જીનો નારો હતો કે, એક દેશમાં બે વડાપ્રધાન, બે વિધાન અને બે નિશાન નહી ચાલે. અને ગગન ભેદી નારા સાથે ભારતની એકતા અખંડતા અને સ્વતંત્રતા માટે તેઓ એ પહેલું રાષ્ટ્રવાદી આદોલન શરુ કર્યું હતું. તેમના બલીદાનને કારણે જ આજે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરી શ્યામાપ્રસાદ મુખર્જીને ખરા અર્થમાં અંજલી આપી છે.
ભારતીય સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા આધારિત દેશની એકતા, અખંડિતતા, બંધારણીય હક્કો અને લોકશાહીની રક્ષા કાજે જવાહરલાલ નહેરૂ અને કોંગ્રેસ સામે ખુલ્લી છાતીએ વિરોધ કરનાર જો કોઈ પ્રથમ રાષ્ટ્રપુરુષ હોય તો તે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી છે. પાકિસ્તાન માં રહેલા હિંદુઓ ને થતો અન્યાય રોકવા તથા પ. નહેરુ ની હિન્દુવિરોધી અને મુસ્લિમ તુષ્ટિકરણ ની નીતિ નો વિરોધ માં રાષ્ટ્રવાદ અને દેશહિત માટે પોતાના પ્રાણનું બલિદાન આપીને ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ પોતાની મહાનતાને અમર કરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકર ગુરૂજી અને ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ મળીને કરેલા સંકલ્પનું ફળ એટલે ઈ.સ. ૧૯૫૧માં ડો. શ્યામાપ્રસાદની અધ્યક્ષતામાં સ્થપાયેલો જનસંઘ પક્ષ. આ પક્ષ આજે ભારતીય જનતા પક્ષનાં નામથી વટવૃક્ષ બન્યો છે. કાશ્મીરને ભારતથી અલગ પડતી કલમ ૩૭૦નો મુદ્દો, ચીન-ભારત સરહદી વાટાદ્યાટ, પંડિત નહેરુની બેમોઢાળી મુર્ખામીભરી રાષ્ટ્રહિત વિરોધી વિદેશ નીતિ જેવા અનેક વિષયો પર શ્યામાપ્રસાદ મુખર્જીએ સરકાર અને વિપક્ષમાં રહીને પં.નહેરુ-કોંગ્રેસનાં અણદ્યડ શાસન અને મુર્ખામી ભરેલી નીતિઓથી ભારતવાસીઓને બચાવવા માટે મજબુત પ્રયાસો કર્યા હતા. જો શ્યામાપ્રસાદ મુખર્જી ન હોતા તો આજે પશ્યિમબંગાળ, કાશ્મીર અને પંજાબ પાકિસ્તાનમાં હોત. પશ્યિમબંગાળ, કાશ્મીર અને પંજાબને પાકિસ્તાનમાં ભળતું રોકવા અને ભારતને વધુ ખંડિત થતું બચાવવા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ નિર્ણાયકની ભૂમિકા ભજવી પોતાનાં પ્રાણની આહુતિ ભારત માતાનાં ચરણોમાં હતી. એવું જણાવી રાજુભાઈ ધ્રુવે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે તેમની દેશસેવા, રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતા માટે કરેલા સમર્પણ અને બલિદાનને ભાવપૂર્વક યાદ કર્યા હતા.