ત્યજી દીધેલી બાળકી ચાર કલાક મોટા પથ્થર નીચે રહ્યા બાદ પણ જીવીત રહી: ગુજરાન નહિ ચલાવી શકતા હોવાનો માતાનો ખુલાસો: માતા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ
આપણા દેશમા હજુપણ કેટલાક લોકોની “દિકરી સાપનો ભારો” હોવાની માનશીકતા ધરાવે છે જેના લીધે ઠેર-ઠેર દિકરીઓ ગભઁમા હોય ત્યરથીજ હત્યા જેવુ પાપ તેઓના માતા-પિતા પોતાના શીરે લઇ રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરમા એક એવો કિસ્સો પ્રકાશમા આવ્યો છે જેમા તાજી જન્મેલી બાળકીની જનેતા જ આ બાળક માટે જમનો અવતાર બની હતી.
આ કિસ્સો ધ્રાંગધ્રા શહેરના માનસરોવર તળાવ પાસે રહેતા આદિવાસી પરીવારનો છે. ગઇકાલ રવીવારના રોજ વહેલી સવારે ધ્રાંગધ્રા શહેરના માનસરોવર તળાવ પાસે રહેતા એક આદિવાસી પરીવારના મહિલા દ્વારા તળાવના કિનારે પોતાના તાજી જન્મેલ બાળકીનો જન્મ થતા જ ખાડામા મુકી તેના ઉપર પથ્થર મુકી બાળકીને ત્યજી દીધી હતી જે તાજી જન્મેલી નવછાત બાળકી આશરે ચાર કલાક જેટલા સમય સુધી આ ખાડામા રહી હતી બાદમા જ્યારે તે સ્થળેથી રાહદારી નિકળતા બાળકીના રડવાનો અવાજ સાંભળતા અહિ આસપાસ બાળક હોવાનુ જાણવા મળ્યુ હતુ જેથી રાહદારી દ્વારા તુરંત ધ્રાંગધ્રાના સામાજીક કાયઁકર જયેશભાઇ ઝાલાનો સંપકઁ કરતા જયેશભાઇ ઝાલા સાથે ચંદ્રેશભાઇ વાણીયા, ઉવઁશી ઝાલા સહિતનાઓ ઘટના સ્થળે પહોચી પોલીસનો સંપકઁ કરી નવજાત બાળકને સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવાયુ હતુ જ્યા બાળક તંદુરસ્ત હોવાનુ જાણવા મળ્યુ હતુ સાથે તળાવના કિનારે રહેતા અન્ય આદિવાસી પરીવાર દ્વારા પણ જણાવાયુ હતુ કે આ બાળક તેઓની સાથે રહેતા લીલાબેન ગેલાભાઇ વાઘેલાનુ જ હોવાનો ખુલાશો કરતા તેઓને પણ હોસ્પીટલ ખાતે લઇ જવાયા હતા જ્યા બંન્ને માતા તથા બાળકીની સારવાર બાદ માતાની હાલત થોડી નાદુરુસ્ત હોવાથી તેઓની સારવાર શરુ કરી દેવાઇ હતી.
સામાજીક કાયઁકર ચંદ્રેશભાઇ વાણીયા દ્વારા જણાવાયુ હતુ કે જે સમયે બાળકીને તાત્કાલિક સરકારી હોસ્પીટલ ખાતે લવાયા ત્યારે હોસ્પીચલમા એકપણ તબીબ હાજર ન હતા જેથી જીલ્લા કેલેક્ટરને આ બાબતની જાણ કરતા જીલ્લા કલેક્ટર કે.રાકેશ દ્વારા ઉડાવ જવાબ આપી તહેવારનુ બહાનુ દેખાડ્યુ હતુ. ત્યજી દીધેલ બાળકીને હોસ્પીટલમા લવાયા બાદ તબીબોના અભાવે અંદાજે દોઢેક કલાક બાદ સારવાર શરુ કરાઇ હતી જોકે હાલ બાળકી તંદુરસ્ત હાલતમા હોવાનુ ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ ના સુપ્રીટેન્ડેન કમલેશ ધરજીયા દ્વારા જણાવાયુ છે.
પરંતુ બાળકીને ત્યજી દેવાનુ કારણ તેની માતાને પુછતા પોતે ગરીબ હોય અને પોતાના પતિ ચારેક મહિનાથી રાજકોટની જેલમા હોય જેથી પરીવારનુ ગુજરાન ચલાવી શકે તેવી પરીસ્થિતીમા ન હોવાના લીધે બાળકીને ત્યજી દીધી હોવાનો ઘટસ્ફોટ કરાયો હતો. આ તમામ બનાવ બાદ ધ્રાંગધ્રા સિટી પોલીસ દ્વારા બાળકીની માતા પર બાળક ત્યજી દીધુ હોવાના લીધે કાયદેસરની કાયઁવાહી હાથ ધરાશે તેમ જણાવ્યુ હતુ પરંતુ હવે જીવીત બાળકીનુ શુ ? તથા તેની સંભાળ રાખવા માટે કોણ આગળ આવશે ? તેવા અનેક સવાલો ઉઠવા લાગ્યા છે સાથે આ ઘટનાની જાણ થતા શહેરના ચારે બાજુ વાયુવેગે સમાચારની જાણ થતા પંથકમા ચકચાર ફેલાયો હતો.