ટોઈલેટ એકાએક બંધ થતા તંત્રને ઢંઢોળતા પ્રભુદાસ લાખાણી: આરએમસીના લગત તમામ વિભાગમાં લાગેલા પડદાની વિગત આપવામાં પણ અવળચંડાઈ દાખવતા હોવાનો આરટીઆઈ એકિટવીસ્ટ મહેશ મહિપાલનો આક્ષેપ: જાગૃત નાગરિકો ‘અબતક’ના આંગણે
રાજકોટ શહેરની પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ)ના અંડરમાં આવતી સરરસુલ ખાનાજી જનાના હોસ્પિટલનું પે એન્ડ યુઝ ટોયલેટ (શૌચાલય), સ્નાનગૃહને તંત્રની અવળચંડાઈ મનસ્વી રીતે ખોટા પુરાવા ઉભા કરી ડીમોલેશન કરવાના પ્રયત્ન અને તાળા લગાવતા (બંધ કરતા) પ્રજાજનો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં થયેલ પી.એલ.આઈ જાહેરહીતની અરજી દાખલ થયેલ હોવા છતાં પણ હોસ્પિટલ તંત્ર દ્વારા દાદાગીરી, દબાણ અને ઉગ્ર વાતાવરણ ઉભુ કરી પ્રજાના હિત ઉપર તથા બંધારણની અવગણના કરી ન્યાયતંત્રને નેવે મુકી પ્રયાસો થયા છે. આ શૌચાલય બંધ થતા સેંકડો લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. સિવિલ હોસ્પિટલ ચોકમાં આવતા જતા અસંખ્ય લોકો પીડાય રહ્યા છે. બસ સ્ટોપ, હોસ્પિટલો, પેટ્રોલપંપ જેવા ભરચક વિસ્તારમાં આ શૌચાલય બંધ થતા પારાવાર મુશ્કેલીઓ સર્જાય છે.
અરજદાર પ્રવિણભાઈ પ્રભુદાસભાઈ લાખાણી કેરટેકર મમાં બેસી માનદ સેવા આપે છે અને તેમના દ્વારા અનેક નામી અને અનામી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સીનીયર સીટીઝન છે જેના દ્વારા આ દાવા અરજીમાં દાદ માંગી છે કે કુદરતી આગેવાનો રોકી સ્વાસ્થ્ય સાથે થતા ચેડા જે માનવ અધિકાર વિરુઘ્ધ છે અને બંધારણની અવગણાને છે. છેલ્લા ૧૩ વર્ષથી ચાલતુ આ શૌચાલય એકાએક બંધ કરી તંત્ર દ્વારા કોઈ વૈકલ્પીક વ્યવસ્થા કરાય નથી અને જનતાની પીડા વધારવાનો આક્ષેપ કરાયો છે તેમ નઅબતકથની મુલાકાતે આવેલા જાગૃત નાગરિકો સાથે પ્રવિણભાઈ લાખાણીએ જણાવ્યું હતું.
તેવી જ રીતે બીજી રજુઆતમાં શિવશકિત યુથ ફેડરેશનના ચેરમેન અને રાજકોટ મતદાર એકતા મંચના વોર્ડ નં.૪ના કન્વિનર અને એક જાગૃત નાગરીક તરીકે આરટી.આઈ. એકટીવીટસ મહેશભાઈ મહિપાલ દ્વારા ગત તા.૨૪/૦૯/૨૦૧૮ના આરટીઆઈ હેઠળ આરએમસીના લગત તમામ ડિપાર્ટમેન્ટમાં લાગેલ પડદા અંગેની ખર્ચની વિગતો તેમજ આરએમસીને લગત તમામ ડિપાર્ટમેન્ટ ખાતે રાજય સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિજ બચત અભિયાન અંતર્ગત ચલાવવામાં આવતા લોકજાગૃતિ કાર્યક્રમો વીજ બચત દિવસની ઉજવણીઓ અને વિજ બચત દિન કયારે ઉજવવામાં આવ્યો તેની પ્રમાણિક નોંધો માંગવામાં આવી હતી. પરંતુ મળેલા પ્રત્યુતરમાં એક પણ તંત્રનો જવાબ સાચો ન હોય અને તમામ જવાબો અધુરા, ખોટા અને ગેરમાર્ગે દોરનારા હોય જેથી તા.૨૫/૧૦/૨૦૧૮ના રોજ પ્રથમ અપીલ આર.ટી.આઈ શાખામાં સેન્ટ્રલ ઝોન ખાતે કરવામાં આવી છે.
ત્યારબાદ સેન્ટ્રોલ ઝોનની આર.ટી.આઈ શાખા તરફથી તમામ જવાબદાર ૩૬ જેટલા જાહેર માહિતી અધિકારીઓ સામે સમન્સ કાઢી નાયબ કમિશનરની મંજુરી મેળવી અને તમામ શાખાઓ સમન્સ મોકલવામાં આવ્યા. અરજદારને પ્રથમ અપીલ અંતર્ગત વેસ્ટ ઝોન કરણસિંહજી ગોહિલ ભવન ખાતે બોલાવવામાં આવ્યા અને પ્રથમ અપીલની સુનવણી ચાલુ થતા જ હાજર થતા કુલ ૩૬ જેટલા જાહેર માહિતી અધિકારીઓ ચેમ્બરમાં આવી અરજદારને બોલવાનો કે કોઈપણ પ્રકારની દલીલ કરવાનો મોકો ન આપી અને ફકત ૧૦ મિનિટમાં કુલ ૩૬ જેટલા માહિતી અધિકારીઓની સામેની અપીલને નાયબ કમિશનર જાડેજા દ્વારા ફગાવી દેવામાં આવી. જેથી અરજદારને સૌપ્રથમ તો સંપૂર્ણ માહિતી મળેલી ન હતી.