વુમન્સ ડે અને વર્લ્ડ કિડની ડે બન્ને સાથે: મહિલાઓમાં કિડની સુરક્ષા અભિયાનનો પ્રારંભ
ભારત અને વિશ્વ’ભરમાં કિડનીના રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. કિડનીનાં રોગો અંગે જન જાગૃતિ માટે વિશ્ર્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં આવતીકાલે તા. ૮ માર્ચને ગુરુવારે વિશ્ર્વ કિડની દિવસ ઉજવવામાં આવશે. વિશ્વમાં સૌ પ્રથમ વખત ૩પ ભાષામાં કિડની અંગે વિનામૂલ્યે સંપૂર્ણ માહીતી આપતી વેબસાઇટ, તે આ દિવસે વિશ્ર્વભરનાં ભારતીય માટે કિડની એજયુકેશન ફાઉન્ડેશન તરફથી અમૂલ્ય ભેટ છે. રાજકોટનાં વરિષ્ઠ કિડની નિષ્ણાંત ડો. સંજય પંડયા દ્વારા નિર્મીત www.Kidney Education.com
વેબસાઇટમાં કિડનીનાં રોગ અટકાવવા અને તેની સારવાર અંગે લોક ઉપયોગી સરળ માહીતી ર૩ આંતરરાષ્ટ્રીય ભાષામાં અને ૧ર ભારતીય ભાષામાં આપી છે.
કિડની ફેલ્યર વિશે જાણવું શા માટે જરૂરી છે. જેમાં કિડનીનાં જુદા-જુદા રોગો અને ક્રોનિડ કિડની ડીસીઝનાં દર્દીઓની સંખ્યામાં ભયજનક વધારો થઇ રહ્યો છે. દર દસમાંથી એક વ્યકિતને કિડનીનો પ્રશ્ર્ન થવાનો ભય રહે છે., ડાયાબીટીસ અને લોહીનું ઉંચુ દબાણ તે કિડની બગડવાનાં સૌથી મહત્વનાં કારણો છે., ક્રોનિડ કિડની ડીસીઝ ન મટી શકે તેવો ગંભીર રોગ છે. આ રોગનાં અંતિમ તબકકાની સારવારનાં બે વિકલ્પો જીવનભર ડાયાલીસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન છે., ડાયાલીસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ભારે ખર્ચાળ અને ઓછા સ્થળોએ ઉપલબ્ધ હોવાને કારણે ભારતમાં ફકત પાંચ થી છ ટકા દર્દીઓમાં જ શકય બને છે., યોગ્ય કાળજી દ્વારા કિડની રોગ થતાં અટકાવી શકાય છે. વહેલા નિદાન દ્વારા રોગ મટી શકે છે. અથવા યોગ્ય સારવાર અને પરેજી દ્વારા લાંબા સમય સુધી તબિયત સારી રાખી શકાય છે., વિશ્વ કિડની દિવસનો હેતુ લોકોમાં કિડનીનાં રોગો અંગે જાગૃતિ કેળવવી અને તેને અટકાવવા અથવા તેનું વહેલું નિદાન કરવું તે છે.
રાજકોટના કિડની એજયુકેશન ફાઉન્ડેશન દ્વારા મહિલાઓમાં કિડનીની સુરક્ષા પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી મહિલાઓમાં કિડની સુરક્ષા અભિયાનનો આરંભ રાજકોટના મહિલા ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહના હસ્તે કરવામાં આવ્યો છે. જન જાગૃતિ અભિયાનનો આરંભ પ્રસંગે કિડની એજયુકેશન ફાઉન્ડેશનના ચીફ મેન્ટર ડો. સંજય પંડયા, આરોગ્ય સમીતીના ચેરમેન મનીષભાઇ રાડીયા, આરએમસી ના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પંકજભાઇ રાઠોડ, ગાઇનેક સોસાયટીના પ્રેસીડન્ટ ડો. લતાબેન જેઠવાણી, એસોસીએશન ઓફ ફીશીસીયન ઓફ રાજકોટના સેક્રેટરી ડો. ભૂમીબેન દવે, ડો. સુસ્મિતાબેન દવે અને ડો. બીનાબેન પટેલ હાજર રહ્યા હતા.
કિડની રોગના વહેલા નિદાન માટેની સરળ પઘ્ધતિ તે લોહીનું દબાણ મપાવવું અને લોહી પેશાબની તપાસ કરાવવી તે છે.લોહીના દબાણમાં વધારો, પેશાબની તપાસમાં પ્રોટીનની હાજરી અને લોહીમાં ક્રીએટીનની માત્રામાં વધારો તે કિડની ફેલ્યરની પહેલી નિશાની હોઇ શકે છે.
કિડની રોગ અટકાવવાના સુચનો આપતા જણાવાયું છે કે, નિયમીત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું, ડાયાબીટીસનો હંમેશા યોગ્ય કાબુ રાખવો. ડાયાબીટીસનાં પ૦ ટકા જેટલા દર્દીઓમાં કિડનીને નુકશાન થવાનો ભય રહે છે. ડાયાબીટીસના દરેક દર્દીએ વર્ષમાં એક વખત તો અચુક કિડની ચેક અપ કરાવવી જોઇએ. વહેલા નિદાનથી ડાયાબીટીસના દર્દીઓ કિડનીને થતું નુકસાન અટકાવી કે ઘટાડી શકે છે., લોહીનું દબાણ ૧૩૦/૮૦ થી ઓછું રાખવું તે કિડનીની સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે. લોહીનું ઉંચુ દબાણ હાઇબ્લડ પ્રેસર ક્રોનિક કિડની ફેલ્યરનું મહત્વનું કારણ છે., પોષ્ટિક ખોરાક લેવો, યોગ્ય વજન જાળવવું, ખોરાકમાં નમક, ખાંડ અને ચરબીયુકત ખોરાક ઓછો લેવો અને શાકભાજી, ફળો અને રેસાવાળા ખોરાકનું પ્રમાણ વધારે રાખવું. મીઠું રોજ ૫-૬ ગ્રામથી ઓછું લેવું જોઇએ તેમજ પાણી વધારે પીવું તંદુરસ્ત વ્યકિતએ રોજ ર લીટર થી વધુ પાણી પીવું. પુરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બીન જરુરી કચરો અને ક્ષારને દુર કરવા જરુરી છે. પથરીની તકલીફ થઇ હોય તેવી વ્યકિતએ રોજ ૩ લીટરથી વધારે પ્રવાહી લેવું જોઇએ., ધુમ્રપાન,તમાકુ, ગુટકા, માવા, દારુનો ત્યાગ કરવો, ડોકટરની સલાહ વગર દવાઓ ન લેવી.
રૂટીન હેલ્થ ચેક અપ કિડનીની તકલીફ થવાની શકયતા વધારે હોય તેવી દરેક વ્યકિતઓએ અને ૪૦ વર્ષની ઉંમર બાદ વર્ષે હેલ્થ ચેક અપ કરાવવું. જયારે ડાયાબીટીસ, લોહીનું ઉંચુ દબાણ કે કુટુંબના સભ્યનાં કિડની બિમારી હોય તેવી વ્યકિતઓએ દર વર્ષે કિડની ચેકઅપ કરાવવું આવશ્યક છે. કિડનીના રોગનાં ચિહનો જોવા મળે ત્યારે વહેલાસર ડોકટર પાસે તપાસ કરાવવી અને વહેલા નિદાન બાદ નિયમીત દવા લેવી
અને પરેજી રાખવી. ચેપ, મોટી ઉંમરે પુ‚ષોમાં બી.પી.એચ. ની તકલીફ વગરે માટે યોગ્ય તપાસ કરાવી જરુરી સારવાર લેવી.૩પ ભાષામાં કિડની અંગે સંપૂર્ણ માહીતી આપતી વેબસાઇટ સાથે વિશ્વમાં સૌથી વધુ ભાષામાં એક જ પુસ્તક સર્મપિત કરવાનું ગૌરવ ગુજરાતને પ્રાપ્ત થયું છે., એક જ વેબસાઇટમાં વિશ્વમાં સૌથી વધુ ૩પ ભાષામાં પુસ્તકના યોગદાન માટે કિડની એજયુકેશન વેબસાઇટને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોડર્સ દ્વારા વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ એનાયત કરાયો છે., ૩પ ભાષામાં ર૦૦ પાનાનું કિડની પુસ્તક વિનામૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા છે., સૌ પ્રથમ વખત જ પુસ્તકમાં કિડનીનાં બધા મહત્વના રોગો વિશે સરળ ભાષામાં અગત્યની સંપૂર્ણ માહીતી. વિશ્ર્વની સૌથી વધુ બોલાતી ર૩ આંતરરાષ્ટ્રીય અને ૧ર ભારતીય ભાષામાં દેશ-વિશ્વના સેવાભાવી કિડની નિષ્ણાંતો દ્વારા કિડની ગાઇડ તૈયાર કરવામાં આવી., ડો. રેમુઝીએ વિશ્વના કિડની નિષ્ણાંતોના અતિ પ્રતિષ્ઠિત સંગઠન ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી ના પ્રમુખ તરીકેની સેવા દરમિયાન ડો. પંડયા દ્વારા લેખીત કિડની બચાવો પુસ્તકનું ઇટાલીયન ભાષામાં તૈયાર કરી છે., મેકિસકોના વરિષ્ઠ કિડની નિષ્ણાંત ડો. ગારસીયાએ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશન ના પ્રમુખ તરીકેની સેવા દરમિયાન વિશ્વમાં સૌથી વધુ બોાલતી ભાષામાં બીજા ક્રમે આવતી સ્પેનીશ ભાષામાં કિડનીની વેબસાઇટ તૈયાર કરી કિડની એજયુકેશન ફાઉન્ડેશન ની જન જાગૃતિની ઝુબેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વાસ અને પ્રચંડ સમર્થન આપ્યું છે.
આ વિશ્વ કિડની દિવસ નિમિતે ટર્કિશ, વિએટનામિઝ અને ફિલિપિનો વેબસાઇટના શુભારંભ સાથે વિશ્ર્વમાં સૌથી વધુ ૩૫ ભાષામાં કિડની વેબસાઇટ, છેલ્લા ૧ વર્ષમાં ૧ કરોડ અને કુલ ૪ કરોડ હિટસ સાથે www.Kidney Education.comવેબસાઇટ કિડની અઁગે માહીતી આપવામાં અગ્રેસર રહી છે., વીકીપીડીયામાં માહીતી કિડની એજયુકેશન વેબસાઇટ અંગે વીકીપીડીયામાં આપવામાં આવેલ વિસ્તૃત માહીતી આ વેબસાઇટની મહત્તતા સુચવે છે અને વિશ્ર્વભરમાં આ કિડની વેબસાઇટ અંગે જાગૃતિ અને જાણકારી માટે મહત્વની લીંક બની રહે છે., વિશ્ર્વમાં સૌ પ્રથમ વખત ૩પ ભાષામાં કિડની પુસ્તક વ્હોટસએપ દ્વારા વ્હોટસએપ મો.નં. ૯૪૨૬૯ ૩૩૨૩૮ ઉપર સંપર્ક કરી વિનામૂલ્યે મેળવી શકાય છે.
‘મહિલાઓમાં કિડની સુરક્ષા’ વિશ્ર્વ કિડની દિવસનું સ્લોગન
*૮ માર્ચ નો દિવસ તે વુમન્સ ડે અને વર્લ્ડ કિડની ડેનો સુંદર સુમેળ છે.
*મહિલાઓમાં કિડની સુરક્ષા સ્લોગનનો હેતુ આ દિવસે મહિલાઓમાં જોવા મળતા કિડનીના રોગો અંગે જન જાગૃતિ કેળવવાનો છે.
*વિશ્ર્વભરમાં ક્રોનિક કિડની ડીસીઝનું વધતું જતું પ્રમાણ, અકાળે મૃત્યુ માટેનું મહત્વનું- જવાબદાર કારણ
*વિશ્ર્વભરમાં ર૦ કરોડ જેટલી મહિલાઓમાં કિડનીની તકલીફ અને તેના કારણે દર વર્ષે ૬ લાખ જેટલા મહિલાઓના મોત
*ક્રોનિડ કિડની ડીસીઝના દર્દીઓનું પ્રમાણ પુરુષો કરતા મહિલાઓમાં વધારે
*લ્યુપસ નેફ્રાટીસ અને મૂત્રમાર્ગમાં ચેપનું પ્રમાણ મહિલાઓમાં પુરૂષો કરતા ઘણું જ વધારે
*સી.કે.ડી. ગર્ભધારણ માટે અવરોધરુપ
*ગર્ભાવસ્થા દરમિયાન કિડની બગડવાના મુખ્ય કારણો: લોહીનું ઉંચુ દબાણ, કસુવાવડ સાથે ચેપ અને સુવાવડ બાદ વધુ રકતસ્ત્રાવ
કિડની રોગના ચેતવણીજનક ચિન્હો
* નબળાઇ લાગવી, થાક લાગવો
* ખોરાકમાં અ‚ચી, ઉબકા થવા
* આંખ પર સવારે સોજા આવવા, મોં અને પગ પર સોજા આવવા.
* નાની ઉંમરે ઉંચુ દબણ હોવું અને દવા છતાં યોગ્ય કાબુ ન હોવો.
* લોહી માં ફિકકાશ હોવી.
* પેશાબ ઓછો આવવો, પેશાબમાં ફીણ થવા, પેશાબ કરવામાં તકલીફ થવી. રાત્રે પેશાબ કરવા વધુ જવું પડવું.