વિધાનસભાની ચૂંટણીમાં સતા હાંસલ કરવા તમામ પક્ષો તનતોડ મહેનત  કરી રહ્યા  છે. ગુજરાતમાં પ્રચાર પ્રસારે જોર પકડ્યું છે. અનેક રાજકીય નેતાઓ પણ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. અને તેમાં વિધાનસભાની ચૂંટણીમાં ખુદ હાઈકમાન્ડે પ્રચાર પ્રસાર કરવાનું પોતાના હાથ પર લીધું છે. ખાસ કરીને ગુજરાતના રાજકારણની પાઠશાળા રહેલા સૌરાષ્ટ્ર પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની બાઝ નજર છે.

Screenshot 11 8

ત્યારે ભાજપ અને કોંગ્રેસ એકબીજાના ગઢમા ગાબડા પાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા  છે. એક જ દિવસમાં ખુદ વડાપ્રધાન મોદી મેદાને ઉતર્યા છે અને ધોરાજી, બોટાદ, સોમનાથ અને અમરેલીમાં ઝંઝ્વાતી પ્રચાર કરી સભા ગજવી રહ્યા છે. આ બેઠકો પર ગત ટર્મમાં ભાજપને ફટકો પડ્યો હતો. બીજી તરફ કોંગ્રેસના રાહુલ ગાંધી મોદી પછી મેદાને ઉતરી સભા ગજવશે. જેમાં ભાજપના ગઢ રાજકોટમાં અને કોંગ્રેસનો ગઢ જાળવી રાખવા અમરેલીમાં સભા કરશે. જો કે ખુદ હાઈકમાન્ડ એકબીજાના ગઢમાં કેટલું નુકસાન કરશે તે તો  આવનાર ૮ ડિસેમ્બરે પરિણામ જ કહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.