જામસાહેબ દ્વારા જાહેર જનતાને જોગ જણાવાયું છે કે, કોરોના વાઈરસની મહામારીના સમયને ધ્યાનમાં રાખી આપણાં વિસ્તારમાં વધારે ફેલાય નહીં તે હેતુથી આ વર્ષે તા. ૨૩-૦૬-ર૦ર૦ના રોજ હું અષાઢી બીજ ઉજવીશ નહીં. મારા નિવાસ સ્થાને હું શમીયાણો ઉભો કરી અને તેના છાયામાં ખુરશીઓ રખાવીશ નહીં, મીઠું મોઢુ કરાવીશ નહીં. એટલે જામનગરની જનતાને અને મારા સગા-સંબંધીઓને વિનંતી કરૃં છું કે આ વર્ષે અષાઢી બીજના દિને મારા નિવાસસ્થાને આવવાનું કષ્ટ ના કરશો. હું આપ સૌની લાગણીને મનથી માની લઈશ. આપ ફક્ત મને યાદ કરી અને ધ્યાન કરજો. સૌને મારી શુભેચ્છા અને અષાઢી બીજનાં જામસાહેબના જય માતાજી.
અષાઢી બીજની શુભેચ્છા પાઠવવા રૂબરૂ ન આવવા જામસાહેબનો અનુરોધ
Previous Articleચોક્કસ તબીબોને બીજી વખત અમદાવાદ ફરજમાં મોકલવાની તજવીજથી ભારે રોષ
Next Article એસપી શરદ સિંધલ દ્વારા ચાર પીઆઈની બદલી