રાજકોટ પાસે નિર્માણ પામેલ “એઇમ્સની ભૂમિનો દસકો “જામસાહેબના સપનાને પૂર્ણ કરનારું
જામનગરના રાજ ઇજનેર અને વાસ્તુશાસ્ત્ર મુજબ નગરના પાયા નાખવા માટેની ટીમ દ્વારા કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું એ જમીન એ જમાનામાં પટેલ હમીરભાઇ વાસુરભાઇ ડાંગર, રામભાઇ ચાવડા અને અન્ય ખેડૂતો પાસે હતી, તેને રાજ્ય સાત કરીને વળતર આપીને લોકોને તરઘડીની ગામ હદમાં વસાવ્યા હતા
રાજવીઓની વિકાસ દ્રષ્ટિ, ભેણીના દાયકાનો યોગ અને વિધિની વક્રતા કે ઇતિહાસના ઘટનાક્રમથી સમય સ્થિતિ અને સંજોગો કેવા વળાંક લઈ લે છે તેનો દાખલો સૌરાષ્ટ્ર-ગુજરાત નહીં સમગ્ર દેશની રાજકીય તવારીખમાં ઉજાગર થવાની એક ઘટના અનાયાસે એઇમ્સના નિર્માણ સાથે જોડાઈ ગઈ છે. સૌરાષ્ટ્ર અને ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના ભૂતપૂર્વ રાજવીઓમાં જામનગરના જામસાહેબ દીઘ્ર દ્રષ્ટિ બુદ્ધિપ્રતિભા અને ભવિષ્યના નગર નિર્માણની સાથે સાથે રૈયત પ્રેમ માટે જાણીતા હતા.
આજે રાજકોટ નજીક એઇમ્સનું વડાપ્રધાનના હાથે નિર્માણ કાર્ય શરૂ થવાનું છે તે ભૂમિ નજીક જામસાહેબ પોતાના સપનાનું નવું આધુનિક શહેર નગર વસાવવાનું સપનુ જોતા હતા અને તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન જ એસી વર્ષ પહેલા રાજકોટના બાજુમાં એક જગ્યા પસંદ કરી ે ખંઢેરી ગામમાં નવું નગર વસાવા નું આયોજન કર્યું હતું નગર નિર્માણનું કામ પણ શરૂ થઈ ગયું હતું અને જામનગરના રાજ ઇજનેર અને વાસ્તુશાસ્ત્ર મુજબ નગરના પાયા નાખવા માટેની ટીમ દ્વારા કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું એ જમીન એ જમાનામાં પટેલ હમીરભાઇ વાસુરભાઇ ડાંગર, રામભાઇ ચાવડા અને અન્ય ખેડૂતો પાસે હતી તેમને રાજ્ય સાત કરીને વળતર આપીને લોકોને તરઘડી ની ગામ ભીમા વસાવ્યા હતા અને આજે જ્યાં એમ નિર્માણ થઇ રહ્યું છે ત્યાં એક નવું નગર વસાવવા ની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
જામસાહેબ જ્યાં નગર વસાવાના હોય તે ભવ્ય હોય તેમાં બેમત નથી અલબત્ત નસીબની બલિહારી ગણો કે એ એ ભૂમિના દાયકાને થોડો વિલંબ થવાનો યોગ હોય જે ગણો તે જામ સાહેબે નગરની રચના કરવા માટે મોટા મોટા રસ્તાઓ અને કુવાઓ નું નિર્માણ કર્યું હતું આજે જ્યાં એઇમ્સની રચના થઈ રહી છે તેની નજીક જામસાહેબના નગરના જુના અવશેષો જેવા મળે છે. બે કુવાઓ અને રસ્તાઓના અવશેષો આજે પણ ઉભા જોવા મળે છે.
જામસાહેબ નગર રચના અને નવા નિર્માણ માટે ખૂબ જ ઉત્સાહી હતા અને તે પોતાના રાજદરબારમાં વાસ્તુશાસ્ત્ર અને ભૂમિને પારખીને પછી ત્યાં નિર્માણ કરતા હતા જૂનાગઢના નવાબ મહાબતખાનજી પણ જામસાહેબના નિર્માણ કૌશલ્યથી ખૂબ જ પ્રભાવિત હતા જામસાહેબ ને જૂનાગઢના નવાબ મામા સાહેબ માનતા હતા જામનગર ના રાજવી નગર નિર્માણ માટે બ્રિટન અને ફ્રાંસ થી આર્કિટેક મંગાવતા હતા જામનગરમાં જે વસ્તુનું નિર્માણ થાય તેવી જ આબેહૂબ વસ્તુ જૂનાગઢના નવાબ પોતાના રાજ્યમાં નિર્માણ કરાવતા હતા જામનગર મહારાજસાહેબે બનાવેલા ટાવર અને સર્કલ ચોકની પ્રતિકૃતિ આજે પણ જૂનાગઢના દીવાન ચોક અને સર્કલ ચોકમાં જોવા મળે છે.
જામસાહેબ પોતાની નગર રચના અને નવા ગામ વસાવવા માટે ભૂમિ ની વિધાતાના લેખ જેવી ભવિષ્ય અને તેની તાસીર જો વડવતા હતા, એવું માનવામાં આવે છે કે જામ સાહેબે પોતાના સપનાનું શહેર વસાવવા માટે વિડિયો રાજકોટ નજીકની આ જમીન વાસ્તુશાસ્ત્રના જાણકારોની સલાહ અને આ જમીન નો દાયકો અને સમૃદ્ધ રાજયોગ હોવાના કારણે જામસાહેબે આ જમીન પસંદ કરી હોવાનું માનવામાં આવે છે આજે જ્યાં એઇમ્સની રચના થઈ રહી છે તે જમીનનો ભલે જામસાહેબના સપના મુજબ દાયકો ના આવ્યો હોય પરંતુ એસી વરસે આ જમીન પર કરોડોના ખર્ચે એઇમ્સનું નિર્માણ થઈ રહ્યું છે તે જામસાહેબની ભૂમિ પસંદગીની યોગ્યતાનો પણ પુરાવો આપતી હોવાનું માની શકાય. જામસાહેબ નગર રચના પ્રજાહિતના કામો અને ભવિષ્ય માટેની ઉપલબ્ધિઓની રચના કરવા માટે જાણીતા હતા સૌરાષ્ટ્રના તમામ રાજ્યોમાં જામનગરને સમૃદ્ધિનો ભંડાર ગણવામાં આવતો હતો જામનગરના દરિયામાં મોતી પાકતા હોવાથી જામનગરને અને જામ સાહેબને મોતિયો વાળા જામ માનીતા હતા તેમનું વર્ચસ્વ ભારતના તમામ રાજવીઓથી લઈને બ્રિટિશ સલ્તનત સુધી હતું ભારતને આઝાદી મળી ત્યારે પણ જામસાહેબ સૌરાષ્ટ્રના તમામ રાજ્યોના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા હતા અને સરદાર વલ્લભભાઇ પટેલનું અખંડ ભારતનું સપનું પૂરું કરવા માટે જામસાહેબે તમામ રજવાડાઓને અખંડ ભારત નું મહત્વ સમજાવીને પોતાના રજવાડા આવો ભારત ને સમર્પિત કરવામાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.
જામસાહેબનું સપનું ૮૦ વર્ષ પછી પુરૂં થયું
એઇમ્સનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેની નજીક બે કિલોમીટરના પરિઘમાં જામસાહેબ પોતાની સપનાની નગરી ઊભી કરવાના હતા ભલે આ ભૂમિનો દાયકો ૮૦ વર્ષ પછી આવ્યો પરંતુ અંતે એ જગ્યાનો દશકો આવ્યો ખરો. ૮૦ વરસ પછી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના કાર્યક્રમમાં પૂર્વ રાજવી જામ સાહેબના નગર રચનાના સપનાને પૂરું કરવામાં આવ્યું.
જો આઝાદી પાંચ વર્ષ મોડી આવી હોત તો આધુનિક ‘રાજકોટ’ જામસાહેબના નગરના રૂપમાં ઉભું હોત
જો આઝાદી પાંચ વર્ષ મોડી આવી હોત અથવા તો ખંઢેરી પાસે જામસાહેબના સપના નગરનું નિર્માણ પાંચ વર્ષ પહેલા થયું હોત તો આજે સૌરાષ્ટ્રના પાટનગર અને આધુનિક શહેર તરીકે જે રાજકોટ છે તે કદાચ આજે જ્યાં એઇમ્સનું નિર્માણ થઇ રહ્યું છે તે જામસાહેબ દ્વારા નિર્મિત શહેરના રૂપમાં હોત.