કર્મચારીઓને પણ બદલી માટે આપી દેવાયું અલ્ટીમેટમ
દેશની જાણિતી ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી એવી જામનગરની દિગ્જામ વુલનમીલ જામનગરથી ભરૂચના ઝગડીયા ખાતે તબદીલ કરવા મેનેજમેન્ટ આગામી દિવસોમાં કાર્યવાહી કરશે તેવી કામદારોને મેનેજમેનટ દ્વારા સુચના આપવામાં આવતા કામદારો અવઢવમાં મુકાયા છે.
આ મામલે એક યુનીયનના પ્રમુખે મેનેજમેન્ટે કામદારો સાથે કે યુનીયન સાથે આ મામલે બેઠક યોજી ન હોવાનો આક્ષેપ પણ કર્યો છે. સામે કંપનીએ તમામને વહેલાસર જાણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જામનગરની જાણીતી દિગ્જામ વુલનમીલમાં લાંબા સમય સુધી સંકટમાં રહ્યા બાદ એક વેપારી જૂથ દ્વારા ખરીદી લેવાયા બાદ મીલમાં ઉત્પાદનને લગતી કામગીરી શરૂ તાજેતરમાં કામદાર યુનીયનના હોદેદારોને અને કર્મચારીઓને કંપનીએ લેખિત સુચના આપી મેનેજમેન્ટ દિગ્જામીલની તમામ પ્રવૃત્તિઓનું સંચાલન ભરૂચ જિલ્લાના ઝગડીયા ખાતે લઇ જવા માંગતી હોવાનું કંપનીએ કામદારોને નોટીસ આપીને જણાવ્યું હોવાનું મીલ કામદાર મંડળ નામના કામદારોના યુનિયનના પ્રમુખ આર.ટી.સોઢાએ જણાવ્યું હતું તેઓએ ઉમેયુ હતું કે, કંપનીની આવી સુચના બાદ કામદારો અને યુનીયનના નેતા અવઢવામાં મુકયા છે. આ મામલે યુનિયન સાથે કોઇ બેઠક કરવામાં આવી નથી.
આ અંગે કંપનીના ડાયરેકટર અજયકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, કામદારો અને યુનિયનને અગાઉથી તમામ પ્રક્રિયાની જાણ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં કંપનીના શીફટીંગની લાંબી પ્રક્રિયા થશે. જેમાં કામદારોનો પણ સમાવેશ થશે.
કોરોનાના કારણે કામદારો સાથે બેઠક ન થઇ,સમય મર્યાદા નક્કી નથી: ડાયરેક્ટર અગ્રવાલ
દિગ્જામ મીલના ડાયરેકટર અજયકુમાર અગ્રવાલ સાથે ટેલીફોનીક વાતચીત કરતા જણાવ્યું હતું કે દિગ્જામ મીલના મેનેજમેન્ટની સરળતા માટે કંપની ભરૂચ ખાતે સ્થળાંતર કરવામાં આવશે. જેથી ગુજરાતના કામદારો ગુજરાતમાં રહી નોકરી કરી શકે. ભરૂચમાં આજ કંપનીના મેનેજમેન્ટની એક કંપની કાર્યરત છે ત્યાં બાજુ દિગ્જામ મીલ કાર્યરત કરાશે. કોરોનાની સ્થિતિને લઇ કામદારો સાથે મીટીંગ યોજી શકેલ નથી. દિગ્જામ મીલ સ્થળાંતર કરવા માટે નોટીસ જાહેર કરેલ છે. કોઇ સમય ફિક્સ નથી. મેનેજમેન્ટની સરળતા રહે તેમજ ત્રણ વર્ષ સુધી દિગ્જામ મીલ બંધ રહી હતી જેથી કંપનીના મેનેજમેન્ટ દ્વારા દિગ્જામ મીલની મશીનરી શીફટ કરીને ત્યાંથી ઉત્પાદન થશે. કામદારોને રોજીરોટી ગુમાવી ન પડે તે માટે જામનગરના દિગ્જામ મીલના કામદારોને પણ ત્યાં નોકરીમાં જોઇન્ટ કરાશે.