લીફટ બંધ હોવાનો વીડિયો વાયરલ થતા તંત્રમાં દોડધામ
જામનગર ની જી.જી.હોસ્પિટલ કહેવાથી સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે,અને આ હોસ્પિટલમાં જામનગર ઉપરાંત પણ આસપાસના અન્ય ત્રણ જેટલા જિલ્લાઓના દર્દીઓ પણ સારવાર માટે આવે છે,ત્યારે આ હોસ્પિટલમાં તબીબો સહિતના સ્ટાફ અને મશીનરી ની ખામીઓ તો અનેકવાર સામે આવી ચુકી છે,અને દર્દીઓ ની સારવાર પર તેની સીધી જ અસરો જોવા મળતી હોય છે,ત્યારે વિકાસના બણગાઓ વચ્ચે દર્દીઓની હાલત જી.જી.હોસ્પિટલમાં કેવી થાય છે તેનો વિડીયોએ વિકાસના દાવાની પોલ ખોલી નાખે છે, જો દર્દીઓના સબંધીઓનું માનીએ તો જી.જી.હોસ્પિટલના સર્જરી વિભાગની લીફ્ટ બંધ છેલ્લા ત્રણેક દિવસથી બંધ છે,તેથી દર્દીઓને એક થી બીજી જગ્યાએ કઈ રીતે લઇ જવામાં આવી રહ્યા છે,તે વિડીયો જ હચમચાવી દે તેવો છે,દર્દીઓના સબંધીઓ દર્દીને સ્ટ્રેચર પર સુવડાવી ને સ્ટ્રેચર ને ઉપાડી ને લઇ જાય છે,એવામાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં સુધારાઓ કરવા માટે તંત્ર છેલ્લા કેટલાય દિવસથી હવાતિયા મારી રહ્યું છે,પણ અહી વધુ લખવાની જરૂર એટલા માટે નથી લાગતી કે અત્રે પ્રસ્તુત કરેલો વિડીયો ઘણુંબધું કેહવા માટે પુરતો હોય તેમ લાગી રહ્યું છે.
સર્જરી વિભાગની આ લીફ્ટ બંધ હોવાના સંદર્ભે જી.જી.હોસ્પિટલના અધિક્ષક ડો.પંકજ બુચની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવો એ છેલ્લા ત્રણ દિવસથી આ લીફ્ટ બંધ હોવાનો સ્વીકાર કરી અને તેની સ્વીચ બહારથી પીઆઈયુ વિભાગે મંગાવી છે તે એક દિવસ બાદ આવશે એટલે લીફ્ટ ચાલુ થશે,અને હાલમાં ત્યાં બાજુની અન્ય એક લીફ્ટ જેમાં વ્હીલચેર રહી શકે તે ચાલુ હોવાનું પણ તેમણે જણાવ્યું.