ર૬ જેટલા દર્દીઓ સ્વાઇનફલુની સારવાર હેઠળ
દિવસે દિવસે વધતાં જતાં સ્વાઇનફલુના કહેરમાં વધુ એક જામનગરની વૃઘ્ધાનો ભોગ લીધો હતો. જામનગરની વૃઘ્ધાને સ્વાઇનફલુની અસર થતાં સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન વૃઘ્ધાએ દમ તોડતા સીઝનમાં સ્વાઇનફલુના મોતનો આંક ર૦ સુધી પહોચ્યો છે.
જામનગરમાં રહેતા સ્વાઇન ફલુ સબબ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા ૬૧ વર્ષીય વૃઘ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજયું છે. શહેરના આજી ડેમ ચોકડી વિસ્તારના ભારતનગરમાં રહેતા પપ વર્ષના મહીલાના રિપોર્ટ પોઝીટીવી આવ્યો છે. આ સીઝનના ૪ર દિવસમાં જ સ્વાઇનફલુના દર્દીઓનો આંક ૯૯ સુધી પહોંચી ગયો છે. જેમાંથી ર૦ દર્દીઓના મોત નિપજયાં છે.
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજકોટના આસપાસના જીલ્લામાં કુલ ૪૮ કેસ નોંધાયા છે. જેમાં ૧૩ દર્દીઓના મોત નિપજયાં છે. જયારે શહેરની પાસેના તાલુકાઓમાં ર૬ કેસ નોંધાયા છે. જેમાં ત્રણ દર્દીઓના મોત નિપજયા છે. જયારે રાજકોટમાં રપ સીઝનલફલુ કેસ નોંધાયા છે. જેમાંથી ચાર દર્દીઓના
સારવાર દરમિયાન મોત નિપજયાં છે. હાલ રાજકોટની સીવીલ અને ખાનગી હોસ્પિટલમાં કુલ ર૬ જેટલા દર્દીઓ સીઝનલફલુ હેઠળ સારવાર લઇ રહ્યા છે.