જામનગરના ટી.બી. હોસ્પિટલ વિસ્તારમાં રહેતા એક બાળકને મગજની બીમારીની સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.
જ્યારે રણજીતનગરમાં રહેતા એક વૃદ્ધનું નિંદ્રાની હાલતમાં અને ખંભાળિયામાંથી મળી આવેલા બેશુદ્ધ વૃદ્ધનું સારવાર દરમ્યાન મૃત્યુ થયાનું પોલીસ દફતરે નોધાયું છે. જામનગરના ટી.બી. હોસ્પિટલ વિસ્તારમાં આવેલા દ્વારકેશ એપાર્ટમેન્ટના ફલેટ નં.૮માં રહેતા સંદીપભાઈ જયંતિભાઈ કાંજિયા નામના પટેલ યુવાનના ત્રણ વર્ષના પુત્ર દત્તને મગજની બીમારી લાગુ પડી હતી.
આ બાળકને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે. પીએસઆઈ એમ.એમ. સોનરાતે તપાસ શરૃ કરી છે.
જામનગરના રણજીતનગર નજીકના નવા હુડકોમાં રહેતા તુલસીદાસ રામચંદ્ર દશેરા નામના પાંસઠ વર્ષના સિંધી લોહાણા વૃદ્ધ ગયા મંગળવારે બપોરે જમણ લીધા પછી આરામ કરતા હતા ત્યાર પછી છએક વાગ્યા સુધી તુલસીદાસ નહીં ઉઠતા તેમના પુત્ર અશ્વિનભાઈએ પિતાને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં આ વૃદ્ધનું ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે. જમાદાર ડી.સી. જાડેજાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com