જામનગર તા ૨૨, જામનગરમાં ઓમ ટ્રેડિંગ ના નામે રોકાણની સ્કીમના બહાને ૫૭ થી વધુ લોકોનાં નાણાં ખંખેરવા અંગેના પ્રકરણમાં સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સાત આરોપીઓ સામે ગુનો દાખલ થયા પછી પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓની અટકાયત કરી લીધી છે, અને કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત રોકાણ ના બહાને નાણાં ગુમાવનાર લોકોના પોલીસ દ્વારા નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ ચલાવાઇ રહી છે.

Screenshot 2 17

જામનગરમાં અંબર સિનેમા રોડ પર ઑમ ટ્રેડિંગ નામની ઓફિસ ધરાવતા ધબ્બા પરિવારના ચાર સભ્યો સહિત સાત શખ્સો સામે જામનગર શહેરના ૫૭ થી વધુ લોકોના અંદાજે દસેક કરોડ રૂપિયા ઓળવી જવા અંગે ગુનો દાખલ થયા પછી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ સક્રિય બન્યો છે.આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર ગણાતા મહેન્દ્રભાઈ ધબ્બા ઉપરાંત તેની ઓફિસમાં કામ કરતાં હસમુખસિંહ જીતુભાઈ પરમાર, અને તૌશીફ ભાઈ શેખ ઉપરાંત એકાઉન્ટ સંભાળથી મહિલા સંગીતાબેન વગેરે ચારની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. જે ચારેયના કોવિડ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

આ પ્રકરણમાં ફરાર થઈ ગયેલા મુખ્ય સૂત્રધાર એવા વિરેન્દ્ર મહેન્દ્રભાઈ ધબ્બા અને તેની પત્ની આશાબેને ઉપરાંત હિરેન ના ભાઈ જય મહેન્દ્રભાઈ ધબ્બા ની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે. રોકાણ ના બહાને જામનગરના જુદા જુદા ૫૭ જેટલા વ્યક્તિઓની અંદાજે દસેક કરોડ જેટલી રકમ ઓળવી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. ઉપરાંત વધુ ત્રણ જેટલા લોકોએ સીટી બી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો છે, અને પોલીસ દ્વારા પ્રત્યેકના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.